કસૌટી જિંદગી કી 2 માં કોમોલિકાની જગ્યા માટે ટીવી એક્ટ્રેસ આમના શરીફની એન્ટ્રી થઈ ગઈ છે, હવે સેટ પરથી કોમોલિકાના ગેટઅપમાં આમનાનો ફર્સ્ટ લુક પણ આવી ગયો છે. ફોટોમાં આમના ઘણા અંશે હિના ખાન જેવી લાગી રહી છે, રૉયલ બ્લૂ ઓફ શોલ્ડર ટૉપ અને સ્કર્ટ, નોઝ રિંગ અને હેવી જ્વેલરીમાં આમનાનો લુક શાનદાર છે. સિરિયલમાં આ રોલ પહેલાં હિનાએ નિભાવ્યો હતો. શોમાં તેની એક્ટિંગને બહુ પોપ્યૂલારિટી પણ મળી.
એક ઈન્ટરવ્યૂમાં એકતાએ આમના સાથે ફરીથી કામ કરવાની ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું, હું બહુ ખુશ છું કે, મારી ફેવરેટ એક્ટ્રેસિસમાંની એક અમારી પાસે પાછી આવી ગઈ છે. તો આમનાએ જણાવ્યું કે, ઓડીયન્સને આમ સરપ્રાઇઝ કરવાની મજા જ અલગ છે. જ્યારે મને કોમોલિકાનો રોલ આપવામાં આવ્યો ત્યારે મને ખબર હતી કે આ માટે એક ચેલેન્જ સાબિત થશે. ફેન્સ આ માટે બહુ એક્સાઇટેડ છે. કહીં તો હોંગા સીરિયલ ફેમ આમના પહેલી વાર નેગેટિવ રોલમાં જોવા મળશે. આમના છ વર્ષ બાદ ટીવી પર કમબેક કરી રહી છે. આમના આલૂ ચાટ, આઓ વિશ કરે, શકલ પે મત જા, એક વિલેનમાં કામ કરી ચૂકી છે. એવા પણ સમાચરા છે કે તે રૂહી આફ્ઝામાં પણ જોવા મળશે.