મુંબઈ : તાજેતરમાં જ એવા અહેવાલો આવ્યા હતા કે, આ ફિલ્મ માટે સલમાન ખાનને આનંદ એલ રાય દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે ફિલ્મની વાર્તા ઉત્તર પ્રદેશ પર આધારિત હશે. આ ફિલ્મમાં સારા અલી ખાનના મહિલા લીડમાં હોવાના સમાચાર છે. હવે આનંદ એલ રાયે આ સમાચારોનો સંપૂર્ણ ઇનકાર કર્યો છે.
આનંદ એલ રાય કહે છે કે, આ સમાચાર માત્ર એક અફવા છે. ઇન્ટરવ્યુમાં આનંદ એલ રાયે કહ્યું હતું કે, તે ક્યારેય સલમાન ખાનને સ્ક્રિપ્ટ સાથે મળ્યો નથી.
આનંદ એલ રાયના આ નિવેદન પછી સલમાન ખાનના ચાહકો ચોક્કસ દુઃખી થશે. નોંધનીય છે કે, સલમાન ખાન અને આનંદ એલ રાયે ફિલ્મ ‘ઝીરો’માં સાથે કામ કર્યું હતું. સલમાને આ ફિલ્મમાં ગેસ્ટ અપિરિયન્સ આપી હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાન મુખ્ય ભૂમિકામાં હતો. તે જ સમયે, સલમાન ખાન ‘ઇશ્કબાઝી’ ગીતમાં જોવા મળ્યો હતો.