મુંબઈ : અનુરાગ કશ્યપ દિગ્દર્શિત ફિલ્મ /મનમર્જિયા’માં આવ્યા પછી અભિષેક બચ્ચન કોઈ પણ ફિલ્મ પ્રોજેક્ટમાં દેખાયો નથી, જોકે આ વર્ષ તેમના માટે ખૂબ રસપ્રદ સાબિત થઈ શકે છે. અભિષેક પાસે બે નવા રસપ્રદ પ્રોજેક્ટ છે. તે શાહરૂખ ખાનના બેનર હેઠળ બનતી ફિલ્મ ‘બોબ બિસ્વાસ’માં કામ કરી રહ્યો છે. તાજેતરમાં જ તેણે આ ફિલ્મ અંગે એક અપડેટ આપ્યું છે.
અભિષેકે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ફિલ્મની સ્ક્રિપ્ટ શેર કરી છે. ફિલ્મનું નામ અને લેખકનું નામ સુજોય ઘોષ આ તસવીરમાં જોઇ શકાય છે. અભિષેકે આ તસવીરની સાથે લખ્યું છે, તૈયારીઓનો સમય આવી ગયો છે.