મુંબઈ : માસ્ટરમાઈન્ડ વિકાસ ગુપ્તાનો શો એસ Ace of Space 2 (એસ ઓફ સ્પેસ 2) આજકાલ ચર્ચામાં રહે છે. આ શોમાં બિગ બોસ 12 માં આવેલા બિહારી બાબુ દિપક ઠાકુર પણ ભાગ લઈ રહ્યો છે. દીપકનો આ બીજો રિયાલિટી શો છે. દિપક ઠાકુરના ચાહકો માટે એક દુઃખદ સમાચાર છે. ખરેખર, આ શોમાં ટાસ્ક દરમિયાન દીપક ઠાકુરને ઈજા પહોંચી હતી. જે બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
સૂત્ર કહે છે કે દિપક ઠાકુરને ખભામાં ઇજા થઈ છે. દિપક ઠાકુર શોમાં અન્ય સ્પર્ધકો સાથે સાપ્તાહિક ટાસ્ક પર્ફોમ કરી રહ્યો હતો. આ કાર્યનું નામ બોમ્બર્સ અને બોમ્બ સ્ક્વોડ રાખવામાં આવ્યું હતું. આ કાર્ય કરતી વખતે દીપકને તેના ખભા પર ઈજા થઈ હતી. જે બાદ કાર્ય તાત્કાલિક બંધ કરાયું હતું. ડોકટરોએ દિપકની ઘરની અંદર જ તપાસ કરી. બાદમાં તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
માત્ર દીપક ઠાકુર જ નહીં, અભિનેત્રી કૃષ્ણા બેરેટોને તેમની પહેલાં આ શોમાં ટાસ્ક દરમિયાન દમનો હુમલો આવ્યો હતો. કૃષ્ણાની હાલત અત્યારે સારી છે. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે, કૃષ્ણા બેરેટો આ શો છોડી દેવા માંગે છે. હવે આવતા એપિસોડમાં, એ ખબર પડશે કે કૃષ્ણા શો પર રહે છે કે નહીં.
વિકાસ ગુપ્તાનો આ રિયાલિટી શો એમટીવી પર દરરોજ સાંજે 6 વાગ્યે પ્રસારિત થાય છે. એસ ઓફ સ્પેસ 2 નો ગ્રાન્ડ પ્રીમિયર 24 ઓગ્સ્ટના રોજ યોજાયો હતો. રિયાલિટી શોમાં બસીર અલી, ક્રિષ્ણા બેરેટો, રોહન મેહરા, દિપક ઠાકુર, લુસિંડા નિકોલસ જેવા મોટા ચહેરાઓ ભાગ લઈ રહ્યા છે.