મુંબઈઃ સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે મહારાષ્ટ્રમાં સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ છે. તો મુંબઈમાં બોલિવૂડ જગતમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. એક પછી એક દિગ્ગજ કલાકારોને કોરોના પોતાની ઝપેટમાં લે છે. બોલિવૂડ જગતના સૌથી ચુસ્ત દુરુસ્ત અભિનેતા અક્ષય કુમારને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમણે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે. આ પહેલા આમિર ખાન, આલિયા ભટ્ટ પણ કોરોના પોઝિટિવ થયા હતા.
અક્ષય કુમારે ટ્વિટ કરીને જાણકારી આપી છે કે, આજે સવારે મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાના નિયમો પાળીને મેં તરત જ મારી જાતને આઇસોલેટ કરી લીધી છે. હું હાલમાં ઘરમાં જ ક્વૉરન્ટીન થયો છું.
મારા સંપર્કમાં જે કોઇપણ આવ્યું હોય તેઓ પોતાનો ટેસ્ટ કરાવી લે અને કાળજી રાખજો. બહું જ જલ્દી પરત ફરીશ. અક્ષય કુમાર હાલ પોતાની અપકમિંગ ફિલ્મ ‘રામસેતુ’ની શૂટિંગમાં વ્યસ્ત છે. હવે તે પોતાની શૂટિંગમાંથી બ્રેક લઇને ઘરે જ ક્વૉરન્ટીન થયા છે.