મુંબઈ : બોલિવૂડ સુપરસ્ટાર્સ આજકાલ મુંબઈની ભીડથી દૂર તેમના ફાર્મહાઉસમાં સમય પસાર કરી રહ્યા છે. ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે. અને તેના નવા વીડિયોને ચાહકો સાથે શેર કરતા રહે છે. હવે તાજેતરમાં જ તેણે એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે જણાવ્યું હતું કે, આખરે કઈ રીતે આપણે કોરોનાને કારણે લોકોમાં ફેલાયેલી ઉદાસી અને દુઃખને દૂર કરી શકીએ છીએ. ધર્મેન્દ્રના આ વીડિયો પર ચાહકો પણ પ્રેમ લૂંટાવી રહ્યા છે.
ધર્મેન્દ્રએ જણાવ્યું કે કેવી રીતે ચાહકોને ઉદાસીથી દૂર કરી શકાય
ધર્મેન્દ્રએ તેના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કરતાં લખ્યું છે કે, વધતા કોરોના વાયરસના સમાચાર સાંભળ્યા પછી મન ઉદાસ થઈ જાય છે, તેથી હું અહીં આવી જાઉં છું, કૃપા કરીને કાળજી લો. આ સિવાય વીડિયોમાં તે પોતાની ગાય અને તેના વાછરડાને પણ પ્રેમ કરતા જોવા મળી રહ્યા છે. ધર્મેન્દ્રએ વીડિયો દ્વારા એમ પણ કહ્યું કે, આ ગાય તેમનો પરિવાર છે અને અહીં આવીને તે ખૂબ જ આરામ કરે છે.
ધર્મેન્દ્ર ઘણીવાર સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરે છે
આ પહેલા પણ ધર્મેન્દ્ર ચાહકોને તેના ફાર્મહાઉસની ઝલક બતાવી ચુક્યા છે. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઘણા વીડિયો જોઇ શકાય છે. જેમાં તેઓ શાકભાજી ઉગાડતા જોવા મળે છે તો કેટલીકવાર તેઓ તેમના પશુઓની નજીક બેઠા જોવા મળે છે.
https://twitter.com/aapkadharam/status/1381878084786290689
ધર્મેન્દ્રએ વહીદા રહેમાનના આરોપોનો જવાબ આપ્યો
તે જ સમયે, જ્યારે ધર્મેન્દ્ર રિયાલિટી શો ડાન્સ દિવાના સિઝન 3 ના સ્ટેજ પર પહોંચ્યા હતા, ત્યારે શોના હોસ્ટ રાઘવએ તેમને કહ્યું હતું કે, જ્યારે વહિદા રહેમાન શો પર આવ્યા હતા, ત્યારે તેમણે કહ્યું હતું કે, તમે જોવામાં સીધા છો પરંતુ ફ્લર્ટ ખુબ કરતા હતા. આ અંગે ધર્મેન્દ્રએ જવાબ આપ્યો કે, આવા આરોપ તો મારા પર રોજ લગાવવામાં આવે છે.