મુંબઈ : બોલિવૂડના મહાન કલાકાર અભિનેતા ધર્મેન્દ્ર જેટલા સારા એક્ટર છે તેના કરતા પણ વધુ સારા વ્યક્તિ છે. ધર્મેન્દ્રના ઘણા ફાર્મહાઉસ છે, જે હંમેશા તેમની મૂળ સાથે સંકળાયેલા છે, જ્યાં તેઓ ખેતી કરે છે અને તેઓએ ઘણા પ્રાણીઓ રાખ્યા છે. ધર્મેન્દ્ર વારંવાર તેમની ખેતી અને પશુપાલનના વિડીયો અને તસવીરો શેર કરે છે. ધર્મેન્દ્રએ રવિવારે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો હતો. એક નાનકડું મહેમાન તેના ઘરે આવ્યું, જેની માતા તેને સ્પર્શ કરવા દેતી નથી. ધર્મેન્દ્રએ પોસ્ટ કરેલો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
ધર્મેન્દ્રની ગાયએ એક વાછરડાને જન્મ આપ્યો છે અને આનો વિડીયો શેર કરતી વખતે, અભિનેતાએ લખ્યું છે કે, તેની ગાયએ બાળકને જન્મ આપ્યો છે અને તે પછીથી તે ન્યૂ બોર્ન બાળકને હાથ લગાવવા દેતી નથી. આ એક માતાનો પ્રેમ કહેવાય છે જે હંમેશા તેના બાળક વિશે ચિંતા કરે છે.
My cow, doesn’t allow me to go near her newly born baby ? Every Mother on this earth , always most protective to her newly born ?????. With love ? To you all, my friends. pic.twitter.com/K3bY0ILmZL
— Dharmendra Deol (@aapkadharam) June 23, 2019