મુંબઈઃ ફેફસાંના કેન્સરમાંથી ઊભરી આવેલા બોલિવૂડ સ્ટાર સંજય દત્ત સોશિયલ મીડિયામાં ગણા એક્ટીવ છે.
ફિલ્મ અભિનેતા સંજય દત્તે પોતાના ઇન્સ્ટાગ્રામ પરથી પોતાનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં તેમણે કેન્સરની સારવાર અંગે પોતાનો જોરદાર લુક બતાવ્યો છે. તેમણે તેમની સ્ટાઇલ સાથે એક પ્રયોગ કર્યો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સંજયનો નવો લુક તેના ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. તે જ સમયે, તેમની પુત્રી ત્રિશાલાને પણ તેમના પિતાનો આ નવો લુક શાનદાર લાગ્યો છે. ત્રિશલાએ તેમના પિતાના નવા અવતારની ફોટા પર કમેન્ટ કરીને પ્રશંસા કરી છે.
ફોટોમાં સંજય દત્તના લુક વિશે વાત કરીએ તમે જોઈ શકો છો કે આ નવા લુકમાં સંજય દત્ત ફ્રેન્ચ કટ દાઢી, કપાળ પર તિલક, સનગ્લાસ અને ટૂંકા વાળના કટમાં જોવા મળી રહ્યો છે.
સંજય દત્ત ફોટામાં ડ્રેસિંગ રૂમમાં બેઠા જોવા મળે છે. તસવીરમાં સંજય દત્તનો હેરસ્ટાઈલિસ્ટ શારિક અહમદ તેમના વાળ પર સ્પ્રે કરી રહ્યો છે. સંજય દત્તે આ તસવીર શેર કરતા લખ્યું કે, “કામમાં નિષ્ણાત, આભાર શરીક અહમદ હંમેશા મારી સાથે રહેવા અને મને નવો દેખાવ આપવા બદલ”. સંજય દત્તની આ તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.
સંજય દત્તની આ તસવીરને લાઈક કરીને, તેમની પુત્રી ત્રિશાલાએ હાર્ટ ઇમોજી બનાવીને તેમના પિતાના વખાણ કર્યા છે. એટલું જ નહીં, સંજયના નવા લુકને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. નવા લુકને લઈને ઘણા ચાહકોએ કોમેન્ટમાં લખ્યું છે કે ‘શું કુલ છો સંજુ બાબા ‘. તો તે જ સમયે એક યુઝરે લખ્યું કે તમે કુલ દેખાઈ રહ્યા છો મુન્ના ભાઈ. મોટાભાગના લોકોએ સંજય દત્તની ફોટો પર હાર્ટ ઇમોજી પ્રતિક્રિયા આપી છે.
જણાવી દઈએ કે ગયા વર્ષે ઓગસ્ટમાં સંજય દત્તે કહ્યું હતું કે તેમને કેન્સર છે. 11 ઓગસ્ટ, 2020 ના રોજ ઇન્સ્ટા પર પોસ્ટ કરતા સંજય દત્તે લખ્યું, હું તબીબી સારવાર માટે ટૂંકા વિરામ લઈ રહ્યો છું. પરિવાર અને મિત્રો સાથે છે. હું મારા ચાહકોને કહેવા માંગુ છું કે વધારે ચિંતા ન કરો. ”પાછળથી ખબર પડી કે સંજય દત્તને કેન્સર છે. હાલમાં સંજય દત્ત કેન્સરમાંથી સ્વસ્થ થઈ ગયા છે.