મુંબઈ : કોરોના સમયગાળા દરમિયાન પરપ્રાંતિય મજૂરો માટે મસીહા બનનાર બોલીવુડ અભિનેતા સોનુ સૂદ ફરી એક વખત હેડલાઇન્સમાં છે. આ વખતે અભિનેતા સોનુ સૂદ મુંબઇમાં રહેતી એક બાળકીની મદદ માટે આગળ આવ્યો છે. લોકડાઉન થયાના સમયથી, ઘણા લોકોએ સોશિયલ મીડિયા દ્વારા તેમની મદદ લીધી છે. તે હજી પણ સતત દરેકને મદદ કરી રહ્યો છે. આ જ ક્રમમાં સોનુ સૂદને સોશ્યલ મીડિયા પર બાળકીના ઓપરેશન અંગે મદદ માટે વિનંતી કરવામાં આવી છે. જેના જવાબમાં સોનુ સૂદે કહ્યું છે કે તારીખે બાળકીનું ઓપરેશન કરવામાં આવશે.
હકીકતમાં, ટ્વિટર પર, પીટર ફર્નાન્ડિઝ નામના વપરાશકર્તાએ એક ટ્વિટમાં લખ્યું હતું કે ‘સોનુ સૂદ જી … સર એ’ એક વર્ષીય છોકરી જે તેના ગરીબ માતા-પિતા સાથે મુંબઇમાં રહે છે, તે છોકરીને બેકબોન ક્રેક છે છે. ડોક્ટરએ તરત ઓપરેશન માટે કહ્યું, કૃપા કરીને તે બાળકને મદદ કરો.
चलिए इस बच्ची को स्वस्थ करते हैं।
तैयारी कीजिए।28th को होगी सर्जरी ! ✅@IlaajIndia https://t.co/a4L50tHMSz
— sonu sood (@SonuSood) October 23, 2020
સોશિયલ મીડિયા પર માંગવામાં આવેલી આ મદદના જવાબમાં સોનુ સૂદે જવાબ આપ્યો, ‘ચાલો આ બાળકીને સ્વસ્થ કરીએ. તૈયારીઓ કરો 28 ના રોજ સર્જરી કરાશે. આ પછી ફરી એકવાર સોનુ મીડિયા પર સોનુ સૂદના વખાણ કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. સોશિયલ મીડિયા પર તેના ચાહકો તેમની પ્રશંસા કરી રહ્યા છે.