મુંબઈ : બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફે 2014 માં આવેલી ફિલ્મ ‘હિરોપંતી’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ફક્ત 5 વર્ષમાં, તેણે પોતાની એક અલગ ઓળખ અને ઉદ્યોગમાં તે સ્થાન પ્રાપ્ત કર્યું છે, જેના માટે કોઈપણ નવા આવેલાને સખત મહેનત કરવી પડે છે. મોટા ભાગની એક્શન ફિલ્મો કરનાર ટાઇગર શ્રોફની ફેન ફોલોઇંગ કરોડોમાં છે.
આ કરોડો ચાહકોમાંથી કેટલાક એવા છે કે જે એકદમ ખાસ છે. તાજેતરમાં જ ટાઇગર શ્રોફે ટ્વિટર પર આવી જ એક ફેનનો વીડિયો શેર કર્યો છે. વીડિયો એક નાનકડી છોકરીનો છે જે તેની ફિલ્મ વોરમાં જય જય શિવશંકર ગીત ગાઈ રહી છે. વીડિયોમાં, યુવતી કહે છે, “I Love You Tiger Shroff. મારી પાસે આવી જાઓ.”
Hahah this is the best video ever pls give her all my love and and a big hug! Hope to see u soon❤️? https://t.co/2WOJidA6JB
— Tiger Shroff (@iTIGERSHROFF) December 14, 2019