મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને તેના મિત્રો અને ચાહકો દંગ રહી ગયા. આમાં તે 70 કિલો વજન ઉંચકાવતી જોવા મળી રહી છે. આલિયા 70 કિલોની ડેડલિફ્ટના 10 સેટ પૂર્ણ કરે છે અને આ ઉપરાંત 50-વખત બે પગના બોક્સ જમ્પ કરે છે. આલિયાનો આ વીડિયો ઇન્ટરનેટ પર છવાયો છે. તેના વીડિયોને ઘણી લાઇક્સ મળી છે.
આલિયા ભટ્ટના ટ્રેનરે વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતાં લખ્યું કે, ‘હું આ સ્ટારને તે ક્રેડિટ આપવા માંગુ છું જેની તે હકદાર છે. જ્યારે તેણે વર્ષની શરૂઆતમાં આ શરૂ કર્યું, ત્યારે તેણે પોતાના જીવનમાં ક્યારેય વેટ લિફ્ટ કર્યું ન હતું. તેને મજબૂત બનવામાં થોડો સમય લાગ્યો. જ્યારે આલિયાએ પ્રથમ વખત એટલે કે 9 મહિના પહેલા ડેડલિફ્ટનો પ્રયાસ કર્યો હતો, ત્યારે તેણે 20 એલબી ડમ્બેલ્સનો ઉપયોગ કર્યો હતો અને થોડા સમય પછી તેણે 50 કિલો વજન ઉપાડવાનું શરૂ કર્યું હતું. એવું લાગે છે કે તે ક્યારેય પાછળ જોતી નથી.
આલિયા હવે ‘બ્રહ્માસ્ત્ર’માં અમિતાભ બચ્ચન અને રણબીર કપૂરની સાથે જોવા મળશે. આ ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખર્જી છે. આ ઉપરાંત આલિયા હાલમાં તેના પિતા મહેશ ભટ્ટ દિગ્દર્શિત ‘સડક 2’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આલિયા પહેલીવાર મહેશ ભટ્ટ સાથે કામ કરવા જઈ રહી છે. આ સિવાય તે કરણ જોહરની ‘તખ્ત’માં જોવા મળશે. આ મલ્ટિસ્ટારર ફિલ્મ છે.
આલિયાની છેલ્લી ફિલ્મ ‘કલંક’ હતી. ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો નથી. ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી છે.