મુંબઈ : બોલીવુડની અભિનેત્રી આલિયા ભટ્ટને તાજેતરમાં “રાજી” ફિલ્મ માટે ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રી એવોર્ડ મળ્યો હતો. આલિયાએ તેની નાની ફિલ્મ કારકીર્દિમાં અનેક વર્ટેક્સિયલ રોલ્સ પ્લે કર્યા છે. 2012 માં અભિનેત્રીએ કારકિર્દીની શરૂઆત ‘સ્ટુડન્ટ ઓફ યર’ સાથે કરી હતી અને તે પ્રથમ ફિલ્મથી જ લોકોની પ્રિય બની હતી. બોલીવુડની ક્યૂટ ગર્લ આલિયા ભટ્ટે એક તાજેતરના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેણી એન્ઝાયટીના તબક્કામાંથી પણ પસાર થઈ છે.
એન્ઝાયટી વિશે વાત કરતા, આલિયા ભટ્ટએ કહ્યું, “હું નિરાશ (ડિપ્રેસ) નથી પરંતુ મને એન્ઝાયટી ખુબ વધારે છે, તે આવતી – જાતિ રહે છે, મને આવું છેલ્લા 5-6 મહિનાથી લાગે છે. મને એન્ઝાયટી અટેક નથી આવતો પરંતુ હું ખુબ જ અંધકાર જેવું અનુભવું છું. પરંતુ હું મારી બેન શાહીન ભટ્ટની આભારી છું. કારણ કે હું તેના લીધે આ બધી બાબતો વિશે ખૂબ જાગૃત છે કારણ કે તેણીએ ડિપ્રેશનની લડાઈ લડી હતી. મને કોઈ ફરક પડતો નથી કે તે કેટલું ખરાબ છે.”
આલિયા ભટ્ટે કહ્યું, “હું તેને અનુભવું છું, ક્યારેક એવું લાગે છે કે હું કોઈ કારણવગર રડી રહી યો છું, પછી બધું પહેલા જેવું સામાન્ય થઇ જાય છે. શરૂઆતમાં તે ખૂબ જ ગુંચવણભર્યું હતું હું હંમેશા હું એવું કહેતી હતી કે, આવું એટલા માટે થઇ રહ્યું છે કારણ કે મારે વધુ કામ કરવું પડે છે અને હું થાકી જાવ છું.”
“હું મારા વ્યક્તિત્વને કઈંક અલગ અનુભવતી હતી. મેં મારા મિત્રોને પણ તેના વિશે વાત કરી. મેં આ અંગે અયાનને વાત કરી. મેં મારી બેનના મિત્ર રોહનને પણ આ અંગે વાત કરી. દરેકે મને જણાવ્યું કે, આપોઆપ આ જતું રહેશે અને તું સારું અનુભવીશ. જરૂરી એ છે કે તું જેવું ફીલ કરે છે તેનો સ્વીકાર કર અને એ ન વિચાર કે તું બરાબર છે. તે સમયે તારે એ કહેવું જોઈએ કે તું સારું ફીલ કરી રહી નથી. ”
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો અલીયા ભટ્ટ પાસે હાલ બે મોટા પ્રોજેક્ટ છે. તે ‘બ્રહ્મસ્ત્ર’ ફિલ્મમાં રણબીર કપૂરની સાથે જોવા મળશે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં હશે. તે ઉપરાંત તે ‘કલંક’ ફિલ્મનો પણ ભાગ છે.