મુંબઈ : 9 જૂને બોલિવૂડ એક્ટ્રેસ અમિષા પટેલનો જન્મદિવસ છે. અભિનેત્રીએ ઉમદા કાર્ય કરીને આ વિશેષ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. જન્મદિવસ નિમિત્તે અમીષા પટેલે ગરીબ મહિલાઓને સેનિટરી નેપકિન્સ, માસ્ક અને બિસ્કિટનું વિતરણ કર્યું છે.
અમીષાએ ગરીબ મહિલાઓને મદદ કરી
અમિષા પટેલે તેના ફોટા અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને આ વિશે માહિતી આપી છે. અભિનેત્રીએ ફોટો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું- ભગવાનનો આભાર કે જેમણે મને મારા વતી થોડી જરૂરતમંદોને મદદ કરવાની તક આપી. હું એનજીઓ વુમન રિસ્પેક્ટ ફાઉન્ડેશનમાં જોડાઇને મારો જન્મદિવસ ખાસ બનાવું છું.