કાસ્ટિંગ કાઉચ એ બોલિવૂડમાં જાણે સામાન્ય વસ્તુ હોય એમ દાખલા બહાર આવી રહ્યા છે. હાલમાં જ એક નવો અને કંઈક અલગ જ કેસ ખુલ્યો છે. અભિનેત્રીએ જણાવ્યું એ બધા માટે ચોંતાવનારુ હતું. રોક સકો તો રોક લો’, ‘જાને તુ યા જાને ના’ અને ‘ગ્રાન્ડ મસ્તી’ જેવી અનેક ફિલ્મ્સમાં લીડ રોલ નિભાવી ચૂકેલી એક્ટ્રેસ મંજરી ફડનિસે બોલિવૂડના ગંદા કામ વિશે માહિતી આપી હતી. તેમજ પોતાના અનુભવો શેર કર્યા હતાં.
એક વાતચીતમાં મંજરીએ પોતાના 15 વર્ષના કરિયર પર વાત કરતા જણાવ્યું કે કેવી રીતે અનેક પ્રોડ્યુસર્સ દ્વારા જ્યારે કામના બદલે કોમ્પ્રોમાઈઝ કરવાની વાત આવી ત્યારે ચોખ્ખી ના જ પાડી. આ રીતે ના પાડતાં તેના હાથમાંથી મોટી મોટી ફિલ્મો નીકળી ગઈ. કારણ કે ડાયરેક્ટર પ્રોડ્યુસર માટે કોમ્પ્રોમાઈઝ જાણે એક ટેલેન્ટ હોય એવું હતું. પરંતુ ત્યારબાદ અભિનેત્રીએ મોટી ફિલ્મ્સ છોડી નાના બજેટની ફિલ્મ્સ કરી. પરંતુ એમાં તે બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી. જેના કારણે લાંબો સમય ડિપ્રેશનમાં જતી રહી હતી.
અભિનેત્રીએ આગળ વાત કરતાં જણાવ્યું કે, મારી પહેલી ફિલ્મ ‘રોક સકો તો રોક લો’એ સારી ચાલી હતી. આ કારણે મારો સંઘર્ષ વધી ગયો. મેં જેટલું પણ કામ કર્યું તે સારા લોકો સાથે કર્યું. એક સમય હતો કે જ્યારે હું મારા સંઘર્ષના કારણે પરેશાન હતી. કામ ન મળવાથી અને ફિલ્મ ન ચાલવાના કારણે હું ડિપ્રેશ થઈ હતી.
બોલિવૂડમાં થતા કોમ્પ્રોમાઈઝ વિશે વાત કરતાં અભિનેત્રીએ કહ્યું કે, બોલિવૂડમાં કામ માટે કોમ્પ્રોમાઈઝ પણ થાય છે. જ્યારે મારી સામે આવી સ્થિતિ આવી ત્યારે મેં સાઈન કરેલી ફિલ્મ્સ પણ છોડી દીધી. કોમ્પ્રોમાઈઝ મામલે જે મારી સાથે અનુભવ થયા છે તે મને નુકસાન પહોંચાડનારા ન્હોતાં. જ્યારે મારી સામે આવી કોઈ બકવાસ શરત રાખવામાં આવતી હતી ત્યારે મેં હંમેશા ના જ પાડી છે. કોમ્પ્રોમાઈઝ થાય એ સાચું પણ તમારી સહમતિ વગર કશું જ આગળ વધતું નથી એ પણ એટલું જ સત્ય છે.
અભિનેત્રી કહે છે કે, જો મારે કોમ્પ્રોમાઈઝના રસ્તે ન્હોતું જવું તો ક્યારેય પણ કોઈએ પણ મને ફોર્સ નથી કર્યો. ના કહીને આવી સ્થિતિમાંથી સરળતાથી બહાર નીકળી શકાય છે. હું બોલિવૂડના અનેક ફેમસ લોકોને જાણું છું. જેમણે મને એક મોટી ફિલ્મમાં સાઈન કરી હતી. ફિલ્મ સાઈન કર્યા પછી મને ખબર હતી કે મારુ નસીબ બદલી જશે. ફિલ્મ સાઈન કર્યા બાદ તેમણે મને કોમ્પ્રોમાઈઝ માટે એપ્રોચ કરવાનું શરુ કર્યું. એકવાર નહીં વારંવાર કર્યું પરંતુ મે ના પાડી. મે સ્પષ્ટ ના પાડી તો મને ફિલ્મમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો.