અેક સમયે ખુબજ લોકપ્રિય અને સુપ્રસિદ્ધ અભિનેત્રી જીન્નત અમાનને છેલ્લા કેટલાક સમયથી તેના ફોન પર WhatsAppના માધ્યમથી સતત અને અવિરત અશ્લિલ મેસેજ મળી રહ્યા હતા. અા બધાથી થાકીને અંતે જીન્નત અમાને મુંબઈના જૂહુ પોલીસ સ્ટેશનમાં અેક યુવક વિરોધી ફરિયાદ કરી છે.
આરોપી યુવકનું નામ સરફરોઝ ઉર્ફે અમન ખન્ના છે તેવુ જાણવા મળી રહ્યુ છે.અા યુવક અેક સમયે ફિલ્મ મેકર હતો.કેટલાક તેને રિયલ અેસ્ટેટ સાથે સંકળાયેલો હોવાનુ પણ માને છે.