મુંબઈઃ કોરોના વાયરસ બોલિવૂડમાં આતંક મચાવી રહ્યો છે. કોરોના એક પછી એક અભિનેતા અને અભિનેત્રીઓને પોતાનો શિકાર બનાવી રહ્યો છે ત્યારે વધુ એક અભિનેત્રી કોરોનાની અડફેટે ચડી છે. બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અંગે ન્યૂઝ એજન્સી ANI પર અધિકૃત પુષ્ટિ કરવામાં આવી છે. આ ઉપરાંત કંગનાએ પોતે તેનાં ઇનસ્ટાગ્રામ પેજ પર આ અંગે પોસ્ટ શેર કરી છે.
કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતાં લખ્યુ છે કે, ‘મને ગત થોડા દિવસોથી થાક અને આંખોમાં બળતરા થતી હતી. મને થયું કે હું હિમાચલ જતી રહું.. તેથી મે ગત રોજ મારો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેનું પરિણામ આજે આવ્યું છે અને હું કોરોના પોઝિટિવ છું. મે મારી જાતને ક્વોરન્ટિન કરી લીધી છે.
મને નહોતી ખબર કે આ વાયરસ મારા શરીરમાં પાર્ટી કરી રહ્યાં છે. હવે મને માલૂમ થયુ છે તો હું તેમને ખતમ કરી નાખીશ. આનાંથી ડરવાની જરૂર નથી.. તમારી પાસે તેનાં કરતાં વધુ શક્તિ છે. જ તમે ડરશો તો તે તમને વધુ ડરાવશે.
ચાલો મળીને આ કોરોના વાયરસને ખતમ કરી નાખીએ. આ અન્ય કંઇ નથી આ એક નાનો તાવ છે જેને ખુબ જ મહત્વ મળી ગયુ છે.. હર હર મહાદેવ..’ આપને જણાવી દઇએ કે, હમણાં થોડા દિવસ પહેલાં જ ટ્વિટરે કંગનાનું અકાઉન્ટ પરમનેન્ટલી બ્લોક કરી દીધુ છે. તેની ખરાબ ભાષા અને અપશબ્દોનાં ઉપયોગ બદલ તેનું અકાઉન્ટ કાયમ માટે બ્લોક કરી દેવામાં આવ્યું છે.