મુંબઈ : કરીના કપૂર બોલિવૂડની ટ્રેન્ડ સેટર છે. આરોગ્યથી માંડીને ફેશન સુધી, કરીના આપણા બધાને પ્રેરણા આપી રહી છે. કરીના બોલીવુડની સૌથી ફિટ અભિનેત્રીઓમાંની એક છે અને વર્કઆઉટ કરતી વખતે ઘણા બધા વીડિયો તેના સોશ્યલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે. હવે કરીનાનો નવો વર્કઆઉટ વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને ચાહકો ખુશ થયા છે. આ વીડિયોમાં તમે કરીનાને ભારે વજન ઉઠાવીને ઘણી કસરત કરતા જોઈ શકો છો.
વીડિયોમાં કરીના જુદી જુદી કસરતો કરી રહી છે. આ ઉપરાંત તે નો-મેકઅપ લુકમાં પણ સુંદર લાગી રહી છે. કરીનાનો આ વર્કઆઉટ વીડિયો જોઇને ચાહકોનો પરસેવો છૂટી રહ્યો છે. વીડિયોમાં કરીના સ્પોર્ટ્સ લુકમાં જોવા મળી રહી છે. તેણે બ્લેક સ્પોર્ટ્સ બ્રા સાથે હોટ પેન્ટ પહેર્યું છે.
આપણે બધાં ઘણાં બોલીવુડ સ્ટાર્સને રોજ જીમ અને યોગ ક્લાસમાં જતા જોતા હોઈએ છીએ. મોટી સ્ક્રીન પર પોતાને ફીટ રાખવા અને સારા દેખાવા માટે સ્ટાર્સ સખત મહેનત કરે છે. કસરતની સાથે, તેઓ સ્વસ્થ આહારને પણ અનુસરે છે. કરીના સિવાય, આપણે બધાએ મલાઇકા અરોરા અને શિલ્પા શેટ્ટીને યોગ અને કસરત કરતા જોયા છે.
જણાવી દઈએ કે કરીનાએ તાજેતરમાં તેનો 39 મો જન્મદિવસ ઉજવ્યો છે. આ પ્રસંગે કરીનાના મિત્રો અને સંબંધીઓ પટૌડી પેલેસમાં પહોંચ્યા હતા. કરીનાના જન્મદિવસની પાર્ટીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.