બોલિવૂડ એક્ટ્રેસ રાખી સાવંત છેલ્લા ઘણા સમયથી દાવો કરી રહી છે કે તેને એક એનઆરઆઈ વ્યાપારી સાથે લગ્ન કરી લીધા છે. જોકે રાખીના આ દાવા પર ખુબ જ ઓછા લોકો વિશ્વાસ કરી રહ્યાં છે. કારણ કે રાખી અત્યાર સુધીમાં ક્યારેય કેમેરા સામે પોતાના પતિને લાવી નથી. માત્ર રાખી જ તેના લગ્ન થઈ ગયા હોવાના પુરાવા આપે છે.
જોકે રાખીએ પોતાના પતિને લઈને એક જાણીતા માધ્યમ સાથે દિલખોલીને વાતચીત કરી હતી. રાખીએ પોતાના પતિ સાથે તેના સંબંધો, તેના અસ્તિત્વ, સ્વભાવ અને કેમેરા સામે ના આવવાના કારણોથી લઈને પોતાના સ્વભાવ અને પોતાની પ્રેગ્નેન્સી સહિતના તમામ મુદ્દાઓ પર વાતચીત કરી હતી.
રાખી સાવંતે થોડા દિવસ પહેલા એક વીડિયોમાં પોતે પ્રેગ્નેન્ટ હોવાની જાહેરાત કરી હતી. હવે તેના પતિએ એક વાતચીતમાં રાખીની આ વાતને ફગાવી દીધી હતી. રિતેશે રાખીની પ્રેગ્નેન્સીને લઈને કહ્યું હતું કે, હાલ તે નથી, પણ ટુંક સમયમાં તે થઈ જશે. મને લાગે છે, કે અમારા બે બાળકો થશે, પહેલી દિકરીને બીજો દિકરો.
થોડા દિવસ પહેલા રાખીએ એક ફની વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે, જાનૂ મેં માં બનવા જઈ રહી છું. ત્યાર બાદ કોઈ પુરૂષનો અવાજ સંભળાયો હતો. જોકે બાજુમાંથી એક વ્યક્તિ કહે છે કે, એવુ કઈ રીતે થાય, હું તો ઈંગ્લેન્ડ હતો.
રાખી સાવંતના પતિ રિતેશે વાતચીતમાં એમ પણ કહ્યું હતું કે, હું એકદમ સાધારણ વ્યક્તિ છું, જે સવારે 9 વાગ્યે ઓફિસ જાય છે અને સાંજે 6 વાગ્યે ઘરે પાછો આવે છે. હું જાણું છું કે, જ્યારે રાખી સાથે મારા લગ્નની વાત કરી તો ઘણા બધા લોકોએ કહ્યું હતું કે, હું અસ્તિત્વમાં જ નથી.
રાખીના પતિ ક્યારેય કેમેરા સામે કેમ નથી આવ્યો તેને લઈને જવાબ આપતા કહ્યું હતું કે, આખરે તેણે કેમેરા સામે કેમ આવવું જોઈએ? આનાથી તેમને શું મળશે? કદાચ આનાથી પણ વધારે વિવાદાસ્પદ લખવામાં આવશે. આજ થશે ને.
રાખીના પતિએ એ મામલે પણ પોતાનો પક્ષ રજુ કર્યો હતો કે જેમાં રાખીએ પરિવાર દ્વારા બોલ્ડ સીન ના આપવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. રિતેશે કહ્યું હતું ક એ, હા, તે હવે પરિણિત છે અને તેની નવી જીંદગી છે. કોને સારૂ લાગે કે તેની પત્ની ઓનસ્ક્રીન બોલ્ડ સીન કરે.