મુંબઈ : બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં શિલ્પા શેટ્ટી પોતાના પુત્ર સાથે જિમમાં વર્કઆઉટ કરતી નજરે પડે છે. શિલ્પા શેટ્ટી ટ્રિસેપ્સ વર્કઆઉટ કરી રહી છે અને તેનો પુત્ર વિયાન રાજ કુન્દ્રા તેના ખોળામાં બેઠો છે. ફિટનેસ ફ્રીક શિલ્પાએ વિડીયોના કૅપ્શનમાં લખ્યું હતું, “પાર્ટનર્સ વર્કઆઉટ ડે, ટ્રીપ્સ વિથ વેટ.” વિડીયોમાં શિલ્પા કહે છે કે, “માતા હોવું એ સરળ કાર્ય નથી.”
તાજેતરમાં, શિલ્પાના પુત્ર વિયાનનો બીજો વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. વિડીયોમાં, વિયાન તેની દાદીના પગને દબાવતો હતો. આ વિડિયોને પણ ખુબ શેર કરવામાં આવ્યો હતો. લોકોએ પોસ્ટની કમેન્ટ બૉક્સમાં ઘણી પ્રશંસા કરી. શિલ્પા શેટ્ટી રામ નવમીના દિવસે પુત્ર વિયાન રાજ કુન્દ્રા, માતા સુનંદા શેટ્ટી અને બહેન શમીતા શેટ્ટી રામ નવામી પર મુંબઇના ઇસ્કોન મંદિરમાં ગયા હતા.
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો શિલ્પા શેટ્ટી છેલ્લે ફિલ્મ ઢીંશ્ક્યાંઉમાં જોવા મળી હતી. 2014 માં ફિલ્મની રિલીઝ પછી શિલ્પા સ્ક્રીન પર આવી નથી. આજકાલ, ટીવી રીઅલિટી શોમાં જોવા મળે છે. તેઓ ડાન્સ શો સુપર ડાન્સર ચેપટર 3 જજ કરી રહી છે.