મુંબઈ : સિંગર અને ટીવી હોસ્ટ આદિત્ય નારાયણે શ્વેતા અગ્રવાલ સાથે કરવા ચોથના દિવસે ‘રોકા’ વિધી કરી છે. આદિત્યના રોકા સમારોહની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ગયા મહિનાના અંતમાં આદિત્યએ તેના લગ્નની જાહેરાત કરી હતી. આદિત્ય અને શ્વેતા લગભગ 10 વર્ષથી રિલેશનશિપમાં છે. એક દિવસ પહેલા જ આદિત્યએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે, તે લગ્નની તૈયારીઓ કરવા જઇ રહ્યો છે.
આદિત્યએ રોકા સમારોહની તસ્વીર શેર કરી નથી જે બહાર આવી છે. આ તસવીર તેના પિતા ઉદિત નારાયણના ફેન પેજ પરથી શેર કરવામાં આવી છે. આ તસવીરમાં આદિત્યના પિતા ઉદિત નારાયણ અને તેની માતા છે. જ્યારે શ્વેતા અને તેનો પરિવાર છે. આદિત્ય અને શ્વેતા બંને ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે. આદિત્યના હાથમાં એક નાળિયેર છે, જ્યારે શ્વેતાએ શગુનની પ્લેટ પકડી છે.
શ્વેતા માટે પ્રેમ વ્યક્ત કર્યો
એક દિવસ પહેલા આદિત્યએ પણ એક પોસ્ટમાં પત્ની શ્વેતા અગ્રવાલ પ્રત્યે પ્રેમ દર્શાવ્યો હતો. તેણે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે, “અમે ડિસેમ્બરમાં લગ્ન કરીશું અમે બંને ખુબ જ પ્રાઇવેટ છીએ. લગ્નની તૈયારીઓ માટે સોશિયલ મીડિયાથી વિરામ લઇ રહ્યો છું.