મુંબઈ : બોલિવૂડ સિંગર અદનાન સામીને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાતનો વિરોધ અટકવાનું નામ નથી લઈ રહ્યો. જયપુરમાં સંત સમાજે મંગળવારે અદનાન સામીને પદમ શ્રી એવોર્ડ માટે નોમિનેટ કરવા અંગે વિરોધ કર્યો હતો. સંત સમાજના સૌરભ રાઘવેન્દ્ર, (પીઠાધિશ્વરે) મીડિયાને જણાવ્યું હતું કે, “ભારત આવેલા વ્યક્તિ અદનાન સામી, ભારતની નાગરિકતાના 6 વર્ષ પણ પૂરા કર્યા નથી અને તેને પદ્મશ્રી એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યો છે આપણી ભારત સરકાર દ્વારા. ”
તેમણે કહ્યું, “અમારા મનમાં એ દુઃખ થયું કે, અદનાન સામી, તે વ્યક્તિ કે જેના પિતાએ આપણા દેશ સામે યુદ્ધ લડ્યું હતું, તેણે પાકિસ્તાન તરફથી આપણા દેશ પર તોપના ગોળા ફેંક્યા હતા, અમે આજે તે વ્યક્તિ સામે આ અવાજ ઉઠાવ્યો છે. અદનાન સામીને પદ્મશ્રી એવોર્ડ ન આપવા બદલ સરકાર સમક્ષ વારંવાર વિનંતી કરી રહ્યા છીએ.