મુંબઈ : બિગ બોસ 13 ની પૂર્વ સ્પર્ધક મધુરિમા તુલી શો છોડ્યા બાદ ગોવા હોલીડે ગઈ હતી. જો કે રિયાલિટી શો બિગ બોસમાં મધુરિમાની યાત્રા વિવાદિત રહી છે, પરંતુ તેની પાસે કામની કોઈ કમી નથી. મધુરિમાના ચાહકો તેને અપકમિંગ શો ‘ઇશ્ક મેં મરજવા 2’માં જોઈ શકશે.
મધુરિમા તુલી ખાસ એજન્ટની ભૂમિકા ભજવશે
ચાહકો મધુરિમા તુલીને “ફરી એકવાર – ઇશ્ક મેં મરજાવા” માં વિશેષ એજન્ટની ભૂમિકા નિભાવતા જોશે. આ શોમાં હેલી શાહ, વિશાલ વસિષ્ઠ, રાહુલ સુધીર લીડ રોલમાં જોવા મળશે. પોતાની ભૂમિકા વિશે બોલતા, મધુરિમા તુલીએ કહ્યું- હું સિરિયલમાં વિશેષ એજન્ટની ભૂમિકા નિભાવતી જોવા મળીશ. આ સકારાત્મક પાત્ર છે. તમને જણાવી દઈએ કે, મધુરીમા અગાઉ પણ ઘણી નકારાત્મક ભૂમિકાઓ કરી ચુકી છે. દર્શકોએ બંને રંગમાં મધુરિમાને પસંદ કરી છે.