મનોજ બાજપાઇની પાવરપૅક એક્ટિંગ અને સિધ્ધાર્થ મલ્હોત્રા અભિનીત નિરજ પાંડેની હિટ ફિલ્મ ”અય્યારી” દેશભરમાં રિલિઝ કરવામાં આવી છે.પેડમેનની ટક્કરને લીધે, ફિલ્મની રિલિઝની તારીખ 9 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં અાવી હતી.ભારતમાં ફિલ્મ રિલીઝ થઈ અને સારો પ્રતિસાદ મળી રહ્યો છે પરંતુ આ ફિલ્મ પાડોશી દેશ પાકિસ્તાનમાં પ્રતિબંધિત છે.
અહેવાલો અનુસાર, પાકિસ્તાનના સેન્સર બોર્ડે નિર્ણય કર્યો છે કે તેઓ પાકિસ્તાનમાં આ ફિલ્મ રિલીઝ નહીં કરે.ફિલ્મને રિલીઝ ન કરવા બદલ આ વાર્તા ભારતીય સેના પર આધારિત હોવાનું કહેવામાં આવી રહ્યું છે.ફિલ્મમાં બીએસએફ કેમ્પ પર હુમલો પણ દર્શાવવામાં આવ્યો છે.
તે પહેલાં પણ એક થા ટાઇગર, બેબી , નામ શબાના, રુસ્તમ, ટાઇગર જીન્દા હે જેવી ફિલ્મો પર પાકિસ્તાનમાં પ્રતિબંધ મૂક્યો હતો.