મુંબઈ : બી-ટાઉનના સૌથી પ્રિય લવ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર વિશે એક ખૂબ જ ખુશખબર આવી રહી છે. ચાહકો આ કપલની પ્રથમ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે તેમના ચાહકો આ બંનેના લગ્નના સમાચારો માટે અતિ ઉત્સુક છે. તો હવે સમાચારો સામે આવ્યા છે કે ફરી એકવાર કપૂર પરિવારમાં શહેનાઈ ગુંજવા જઈ રહી છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ટૂંક સમયમાં સાત ફેરા લેશે.
અંગ્રેજી મીડિયાયના અહેવાલ અનુસાર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ડિસેમ્બરમાં તેમની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ રિલીઝ થયા પછી એક બીજા સાથે લગ્ન કરી શકે છે. બંને સ્ટાર્સના લગ્નની અફવાઓ મીડિયા અને ફેન્સ વચ્ચે વાયરલ થઈ છે. પરંતુ આ સમયે જે સમાચારો સામે આવી રહ્યા છે તે અફવા નહીં પરંતુ સત્ય છે.