સંજય લીલા ભણસાળીની ફિલ્મના વિવાદ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો. પદ્માવત ફિલ્મના વિવાદથી તમામ કલાકારો ખુબજ મુશ્કેલીમાં મુકાયા છે.કરણી સેના દ્વારા પ્રદર્શન બાદ ફિલ્મની રિલીઝ ડેટ 1 ડિસેમ્બરથી વધારીને 25 જાન્યુઆરીએ કરવામાં આવી હતી.અામ છતા ચાર રાજ્યોમાં ફિલ્મની રિલીઝ થઈ નથી ત્યારે પદ્માવતીના જાજરમાન ચરિત્રને નિભાવનાર દીપિકાઅે તો સતાવાર રીતે જાહેરાત કરી દીધી છે કે હવે પછી તે ક્યારેય અાવી ઐતિહાસિક ફિલ્મને નહી કરે.
અેક ઇવેન્ટમાં જ્યારે દીપિકાને પુછવામાં અાવ્યુ કે શુ ફરી તે અાવી ફિલ્મો કરશે ત્યારે દીપિકાએ સ્પષ્ટ નનૈયો ભણ્યો હતો. દીપિકાને પુછવામાં અાવ્યુ કે પદ્માવત ફિલ્મમાં શુ પસંદ છે દીપિકાએ ખિલજી અને રાણાજીના યુદ્ધને જોવાનુ પસંદ કરે છે તેમ કહ્યુ છે.
દીપિકાએ કહ્યુ કે જ્યારે પદ્માવત ફિલ્મ પર સતત વિવાદ થયો ત્યારે તેનુ ફેમિલિ સતત તેની પડખે ઉભા રહ્યા હતા. ફિલ્મના સ્પેશિયલ સ્ક્રિનિંગ પર તેના મમ્મી-પપ્પાએ કહ્યુ હતુ કે અમને તારા પર ગર્વ છે.કરણીસેનાએ અાપેલી ધમકીઓ છતા દીપિકાને વિશ્વાસ હતો કે પ્રશંસકોને તેની ફિલ્મ ચોક્કસ ગમશે.
પદ્માવત ફિલ્મમાં રણવીર, દીપિકા અને શાહિદની અેક્ટિંગની ખુબજ પ્રશંસા થઈ છે.