મુંબઈ : પુત્રવધૂ અને અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને બચ્ચન પરિવારની પુત્રી આરાધ્યા બચ્ચન કોરોના નેગેટિવ છે. અભિષેક બચ્ચને આ ગુડન્યુઝને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ઐશ્વર્યા અને આરાધ્યાને નાણાવટી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઐશ્વર્યા અને આરાધ્યા કોરોના પોઝિટિવ મળ્યાના 5 દિવસ પછી નાણાવટી હોસ્પિટલમાં પહોંચી હતી. હોસ્પિટલમાં 10 દિવસ ગાળ્યા બાદ તેમને રજા આપવામાં આવી છે.
અભિષેક બચ્ચને ટ્વીટ કરીને લખ્યું – તમારી સતત પ્રાર્થનાઓ અને શુભેચ્છાઓ બદલ તમારો આભાર. હું કાયમ તેના માટે ઋણી રહીશ. ઐશ્વર્યા અને આરાધ્યા કોરોના નેગેટિવ થઇ ચુક્યા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેઓ હવે ઘરે રહેશે. હું અને મારા પિતા તબીબી સ્ટાફની દેખરેખ હેઠળ હોસ્પિટલમાં રહીશું.
https://twitter.com/juniorbachchan/status/1287697590000132103