ઐશ્વર્યા રાય બચ્ચન એક કાર્યક્રમ દરમિયાન ભાવુક જોવા મળી હતી. ઐશ્વર્યા મંગળવારનાં રોજ મુંબઇમાં યોજાયેલ ‘સ્માઇલ ટ્રેન ફાઉન્ડેશન’નાં કાર્યક્રમમાં પહોંચી હતી. અહીં તે ફાઉન્ડેશનનાં પીડિત બાળકોને મળી હતી. સંબોધન કરતા સમયે ઐશ્વર્યાને પોતાના પિતા કૃષ્ણરાજ રાયની યાદ આવી અને તે ભાવુક થઇ ગઇ હતી. એક તરફ આ બાળકોને મળીને ઐશ્વર્યાને ઘણી ખુશ થઇ તો બાળકોને સંબોધિત કરતી વખતે તે ઘણી ભાવુક જોવા મળી હતી.
‘સ્માઇલ ફાઉન્ડેશન’નાં કાર્યક્રમમાં ઐશ્વર્યાએ પોતાના દિવંગત પિતાની જયંતી દરમિયાન પિતા સાથે જોડાયેલી યાદો તાજી કરી હતી. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કેન્સરનાં કારણે ઐશ્વર્યાનાં પિતા કૃષ્ણરાજ રાયનું નિધન થયું હતું.