બિહારનાં પૂર્વ સીએમ લાલૂ પ્રસાદ યાદવનાં દીકરા તેજપ્રતાપ યાદવ અને તેમની પત્ની ઐશ્વર્યાની વચ્ચેનો ઝગડો હવે પોલીસ સ્ટેશનનાં પગથીયા પર પહોંચી ગયો છે. તેજપ્રતાપ યાદવ અને ઐશ્વર્યાની વચ્ચે ઘણા મહિનોથી ચાલી રહેલા ઝઘડાની વચ્ચે રવિવારનાં રાબડી દેવીનાં પટના સ્થિત નિવાસસ્થાને જોરદાર વિવાદ થયો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ઐશ્વર્યા અને તેજપ્રતાપનાં પરિવારની વચ્ચે થયેલા વિવાદનાં કારણે સ્થિતિ એટલી બગડી કે પોલીસને આ મામલે હસ્તક્ષેપ કરવો પડ્યો. ઉલ્લેખનીય છે કે તેજપ્રતાપ અને ઐશ્વર્યાએ કૉર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી છે અને આ મામલો અત્યારે પેન્ડિંગ છે.
રિપોર્ટ્સનાં પ્રમાણે, રવિવારનાં થયેલા વિવાદ પહેલા ઐશ્વર્યાનાં પિતા ચંદ્રિકા રાય પોતાની પત્ની સાથે દીકરાનાં સાસરામાં પહોંચ્યા હતા. આ દરમિયાન ઐશ્વર્યાએ તેજપ્રતાપની બહેન મીસા ભારતી અને તેની મા રાબડી દેવી પર તેમની સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો. ઐશ્વર્યાએ મહિલા હેલ્પલાઇનમાં ફરિયાદ નોંધાવતા કહ્યું કે રાબડી દેવી તથા મોટી નણંદ તથા રાજ્યસભા સભ્ય મીસા ભારતીએ મળીને તેને ઘરની બહાર નીકાળી દીધી.
આ ફરિયાદનાં આધાર પર હેલ્પલાઇનની અધિકારી પ્રમિલા ઐશ્વર્યાનાં માતા-પિતા સહિત પરિવારનાં અન્ય સભ્યોની હાજરીમાં તપાસ માટે પટનાનાં દસ સર્કુલર રોડ સ્થિત રાબડી દેવીનાં સરાકરી નિવાસસ્થાન પર પહોંચ્યા છે. ઐશ્વર્યાએ રાબડી દેવી અને મીસા પર તેમને ભોજન ના આપવા અને સાસરિયામાં શોષણ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. આ મામલે અત્યારે પરિવારનાં લોકો પરસ્પર બેસીને વાતચીત કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઐશ્વર્યાનો એક વિડીયો પણ મીડિયાની સામે આવ્યો હતો. આ વિડીયોમાં ઐશ્વર્યા રાબડીનાં ઘરેથી રોતા રોતા નીકળતા જોવા મળી હતી. આ સમયે પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ઐશ્વર્યા અને તેજપ્રતાપની વચ્ચે બધું જ ઠીક નથી. જો કે ત્યારે બંનેએ આ મામલે કોઈ પણ નિવેદન આપ્યું નહોતુ.
તેજપ્રતાપ યાદવે લગ્નનાં 6 મહિના પછી જ ગત વર્ષે મેમાં તલાકની અરજી દાખલ કરી હતી. યાદવનાં આ નિર્ણય પર તેમના પરિવારે આપત્તિ દર્શાવી હતી, જે ઐશ્વર્યા સાથે ઉભા હતા. ઐશ્વર્યાએ દિલ્લીથી મેનેજમેન્ટમાં સ્નાતક કર્યું છે અને તેમના દાદા પ્રસાદ રાય 1970નાં દશકમાં બિહારનાં મુખ્યમંત્રી રહ્યા હતા. ચારા કૌભાંડ મામલામાં રાંચીમાં જેલની સજા કાપી રહેલા લાલૂ દ્વારા પોતાના દીકરાને છૂટાછેડાની અરજી પાછી ખેંચવા માટે રાજી કરવાનાં ઘણા પ્રયત્નોનું પણ કોઇ પરિણામ નથી નીકળ્યું.