મુંબઈ : અભિનેતા અજય દેવગન તેમના ફેન્સ માટે ઘણી ફિલ્મોમાં સફળ થવા માટે તૈયાર છે હાલના દિવસોમાં અજય ઘણા ઝોનમાં હાથ અજમાવી રહ્યો છે. અત્યારે અજયે બીજી ફિલ્મની જાહેરાત કરી છે. અત્યાર સુધી, ‘દે પ્યાર દે’ માં રોમેન્ટિક, ‘તાનાજી’માં યોદ્ધા અને એક ખેલાડીની બાયોપિક પર એક સાથે કામ કરી રહેલા અજય હવે રાજકીય મહાગુરુ ‘ચાણક્ય’ની ભૂમિકા નિભાવવા માટે તૈયાર છે.
અજય દેવગનની આગામી ત્રણ ફિલ્મોના નામ સામે આવી ગયા છે. ‘દે દે પ્યાર દે’ના મીડિયા ઇન્ટરવ્યૂમાં મીડિયા સાથે માહિતી શેર કરી હતી. હાલ તેઓ તાનાજીની શૂટિંગમાં વ્યસ્ત છે. જે લગભગ પૂર્ણ થઇ ગઈ છે અને ટૂંક સમયમાં મોટી સ્ક્રીન પર અજય દેવગનના ફેન્સ માટે રિલીઝ થશે.
આ પછી તે સઈદ નયીમદુન્ન જે ભારતની ફૂટબોલ ટીમના પૂર્વ કેપ્ટન (તેણે 1970 માં એશિયાઈ ગેમ્સમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો અને તે ભારતીય ટીમના પૂર્વ કોચ પણ એહિ ચુક્યા છે) પર બની રહેલી બાયોપિકમાં જોવા મળશે. આ વાર્તા સઈદ જીના કોચિંગ કારકિર્દીની આસપાસ ફરે છે, અજયે એ પણ કહ્યું કે, તેણે ફૂટબોલ રમવાનું શરૂ કર્યું છે. જે ફિલ્મની તૈયારીનો ભાગ છે અને ફિલ્મની શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે.
તેમની ત્રીજી આગામી ફિલ્મ વિશે વાત કરતા અજયએ કહ્યું કે, આ ફિલ્મ ચાણક્યના જીવન પર આધારિત છે અને ફિલ્મની સ્ક્રિપ્ટિંગનું કામ શરૂ થયું છે. તેઓએ કહ્યું હતું કે આ ફિલ્મ કદાચ બે પ્રકરણોમાં બનાવવામાં આવશે. એક વિભાગમાં ચાણક્ય જેવા મહાન માણસની વાર્તા કહેવાનું મુશ્કેલ છે. ચાણક્ય ફિલ્મની શૂટિંગ માટે અજય કદાચ તેમના વાળ પણ મૂંડાવી શકે છે અથવા તો કૃત્રિમ મેકઅપ મારફતે વાળ છુપાવી શકે છે.
અંતે, જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેના જીવન પર બાયોપિકનું નિર્માણ કરવામાં આવશે? પછી અજયએ કહ્યું કે તેણે જીવનમાં કંઇ કર્યું નથી જેના પર ફિલ્મ બની શકે.