મુંબઈ : બોલિવૂડ અભિનેતા અજય દેવગન તેની ફિલ્મ ‘તાનાજી: ધ અનસંગ વોરિયર’ની સફળતાથી ખૂબ જ ખુશ છે. ફિલ્મની રજૂઆત સાથે જ અજય તેના આગામી પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત થઈ ગયો છે. આગામી પ્રોજેક્ટમાં અજય દેવગનની બાયોપિક પણ શામેલ છે. અજય ભારતીય ફૂટબોલ ટીમના કોચ સઈદ અબ્દુલ રહીમ પર આધારિત ફિલ્મ પર કામ કરી રહ્યો છે. આ ફિલ્મનું નામ ‘મેદાન’ છે.
અજય દેવગનની ફિલ્મ ‘મેદાન’નો ફર્સ્ટ લૂક પણ સામે આવ્યો છે. અજય દેવગને તેને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટથી શેર કર્યો છે. આ શેર કરતાં અજય દેવગને ફિલ્મની રિલીઝ ડેટની પણ જાહેરાત કરી છે. અજય દેવગને લખ્યું, ‘મેદાન માટે તૈયાર થઈ જાઓ. 27 નવેમ્બર 2020.
#MaidaanTeaser – Get ready for Maidaan!
27th November 2020 ⚽@priyamani6 @BoneyKapoor @iAmitRSharma @freshlimefilms @SaiwynQ @writish @ZeeStudios_ @ZeeStudiosInt #bayviewprojects @MaidaanOfficial pic.twitter.com/VohB7iAaw0— Ajay Devgn (@ajaydevgn) January 28, 2020