‘તાનાજી’ની સફળતા બાદ હવે અજય દેવગને નેકસ્ટ પ્રોજેક્ટનું કામ શરૂ કરી દીધું છે. અજયે 21 જાન્યુઆરી એસ એસ રાજામૌલિની ફિલ્મ ‘RRR’નું શૂટિંગ શરૂ કર્યું છે. સોશિયલ મીડિયામાં સેટ પરની તસવીરો શૅર કરવામાં આવી હતી. આ ફિલ્મથી અજય સાઉથમાં ડેબ્યૂ કરી રહ્યો છે. ફિલ્મમાં અજય મહત્ત્વના રોલ જોવા મળશે. અજય દેવગન ફ્લેશબેકમાં એક્ટર રામ ચરણના પિતાનો રોલ પ્લે કરતો જોવા મળશે. ફિલ્મમાં લીડ રોલમાં રામ ચરણ તથા જુનિયર એનટીઆર છે. સૂત્રોના મતે, ફિલ્મ બે ટાઈમ ઝોનમાં એક સાથે ચાલતી જોવા મળશે, જેમાં આજના સમયની વાર્તામાં એનટીઆર તથા રામ ચરણ ભાઈઓના રોલમાં હશે. જ્યારે ફ્લેશબેકમાં ચાલતી સ્ટોરી ફ્રીડમ ફાઈટર કોમારામ ભીમ તથા અલ્લુરી સીતારામ રાજુના જીવન પર આધારિત હશે. જુનિયર એનટીઆરે કોમારામ ભીમ તથા રામ ચરણે અલ્લુરી સીતારામ રાજુની ભૂમિકા ભજવી છે.