મુંબઈ : બોલીવુડમાં રિમેક અને સિક્વલ ફિલ્મ્સનો સિલસિલો સતત આગળ વધી રહ્યો છે. આ જ ક્રમમાં હવે અજય દેવગને પણ તેની ફિલ્મના રિમેકની જાહેરાત કરી છે. અજય દેવગને પોતાના ટ્વીટમાં લખ્યું હતું- હા, હું તમિળ ફિલ્મ ‘કૈથી’ની હિન્દી રિમેકમાં કામ કરું છું. આ ફિલ્મ 12 ફેબ્રુઆરી 2021 ના રોજ રિલીઝ થશે. અજય દેવગને પોતાના ટ્વીટમાં મીના અય્યર અને રિલાયન્સ એન્ટરટેનમેન્ટને ટેગ કર્યા છે.
તે જાણીતું છે કૈથીની રિમેકની જાહેરાત આ મહિનાની શરૂઆતમાં કરવામાં આવી હતી પરંતુ તેની કાસ્ટની ઘોષણા હજુ સુધી કરવામાં આવી નથી. આ ફિલ્મમાં કોણ મુખ્ય ભૂમિકા ભજવશે તે ફક્ત ઘણા સમયથી અનુમાન કરવામાં આવી રહ્યું હતું. સોશિયલ મીડિયાથી માંડીને સલમાન ખાન, ઋત્વિક રોશન સુધી ઘણા કલાકારો મુખ્ય ભૂમિકા નિભાવવાના અનુમાન લગાવવામાં આવી રહ્યા હતા.
Yes, I’m doing the Hindi remake of the Tamil film Kaithi. Releases on February 12, 2021 ? @RelianceEnt @DreamWarriorpic @ADFFilms @Shibasishsarkar #SRPrakashbabu @prabhu_sr @Meena_Iyer
— Ajay Devgn (@ajaydevgn) February 28, 2020