નવી દિલ્હી : કૉંગ્રેસના સોશિયલ મીડિયા વ્યૂહરચનાકાર દિવ્ય સ્પંદનાએ ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ સુમિત્રા પર અભિનેતા તેમજ કેનેડાના નાગરિક અક્ષય કુમારને કથિત રીતે તેની સાથે લઇ જવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાનો સાધ્યો છે. નોંધનીય છે કે, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી દ્વારા આઈએનએસ વિરાટને ‘ટેક્સી’ તરીકે ઉપયોગમાં લેવા અંગેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસે આ મુદ્દાને લઈને વળતો પ્રહાર કર્યો છે.
દિવ્યા સ્પંદનાએ ટ્વીટર એકાઉન્ટ પર વડાપ્રધાન મોદીને ટેગ કરવાની સાથે પૂછ્યું છે કે, શું આ યોગ્ય હતું ? તમે કેનેડિયન નાગરિક અક્ષય કુમારને આઈએનએસ સુમિત્રા પર તમારી સાથે લઈને ગયા. ‘સૌથી મોટો ખોટો મોદી’ હેશટેગ સાથે દિવ્યાએ આ કહ્યું છે. ઉલ્લેખનીય છે કે, અક્ષયકુમારે ગયા મહિને તેમની નાગરિકતા અંગેની અટકળોનો અંત કરતા કહ્યું હતું કે, તેની પાસે કેનેડાનો પાસપોર્ટ છે. દિવ્યાએ આ સાથે જ એક આલેખ પણ ટેગ કર્યો છે, જેમાં સવાલ કરવામાં આવ્યો છે કે વર્ષ 2016માં વિશાખાપટ્ટનમમાં આંતરરાષ્ટ્રીય બેડા સમીક્ષા દરમિયાન બોલીવુડને શા માટે સામેલ કરવામાં આવ્યું. એમાં કહેવામાં આવ્યું છે કે, ‘અક્ષય કુમારે પ્રેસિડેન્શિયલ યાચ આઈએનએસ સુમિત્રાને અન્ય નૌકા અધિકારીઓ અને અન્ય વીઆઈપી મહેમાનો સાથે ચલાવવામાં આવ્યા હતા.’ દિવ્યાએ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને પણ કહ્યું કે, તેઓ આઈએનએસ વિરાટ મુદ્દા પર પોતાનો પક્ષ સ્પષ્ટ કરે.
Yeh teek tha? @narendramodi you took a Canadian citizen @akshaykumar with you on-board INS Sumitra. #SabseBadaJhootaModi
Here’s the link to the article, most of us have not forgotten this controversy : https://t.co/jrPNUvk2Py pic.twitter.com/SWkl78rA4F— Divya Spandana/Ramya (@divyaspandana) May 9, 2019
તેમાં આ રિપોર્ટનો હવાલો આપવામાં આવ્યો છે કે, જેમાં લક્ષદ્વીપના તાત્કાલિક સંચાલક વજાહત હોબીબુલ્લાહે વડાપ્રધાનના દાવાને નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે, કોઈ શંકાની સ્થિતિમાં બચ્ચનને પૂછવામાં આવવું જોઈએ. નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીએ બુધવારે એક રેલીમાં આરોપ લગાવતા કહ્યું હતું કે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા તો ગાંધી પરિવાર યુદ્ધ જહાજ આઈએનએસ વિરાટનો ઉપયોગ ‘ખાનગી ટેક્સી’ તરીકે કરવામાં આવતો હતો.