મુંબઈ : રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સની ત્રીજી ફિલ્મ સૂર્યવંશીનું ટ્રેલર લાંબી પ્રતીક્ષા પછી રિલીઝ થયું છે. આ કોપ ડ્રામામાં અક્ષય કુમાર પોલીસ અધિકારી બન્યો છે. 4 મિનિટથી વધુ લાંબા આ ટ્રેલરને પ્રેક્ષકોનો ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મના ટ્રેલર લોંચ દરમિયાન આ ફ્રેન્ચાઇઝીની પ્રથમ બે ફિલ્મના સુપરસ્ટાર્સ પણ પહોંચી ગયા હતા.
સિંઘમ ફિલ્મમાં કામ કરનાર અજય દેવગન અને સિમ્બામાં કામ કરનાર રણવીર સિંહે પણ ટ્રેલર લોંચ સમયે પોતાની હાજરી આપી હતી. જો કે, રણવીર આ ઇવેન્ટ દરમિયાન મોડો પડ્યો હતો, જેના પર અક્ષય કુમારે પણ તેની ખીંચાઈ કરી હતી.
જ્યારે રણવીર મોડો પડ્યો ત્યારે અક્ષય કુમારે તેની મજા માણી
આ બધા સ્ટાર્સનો ઓફ સ્ટેજનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અક્ષય કહે છે કે આ પહેલો જુનિયર અભિનેતા છે જે ચાર – ચાર વરિષ્ઠ અભિનેતાઓને 40 મિનિટ રાહ જોવડાવી છે. વીડિયોમાં રણવીર તેનો કાન પકડીને ઉઠક – બેઠક કરતો જોવા મળ્યો હતો. એ જ રણવીર પોતાની સ્પષ્ટતામાં કહે છે કે, હું બહુ દૂરથી આવું છું સાહેબ, મેટ્રોનું કામ ચાલે છે, એક જ લાઇન ચાલતી હતી. વીડિયોમાં રોહિત શેટ્ટી, કેટરિના કૈફ અને કરણ જોહર પણ મજાક કરતા જોવા મળ્યા હતા.
When #RanveerSingh arrives late to the #Sooryavanshi trailer launch ft. Katrina Kaif, Akshay Kumar, Ajay Devgn, & Karan Johar ? pic.twitter.com/1m7dogOPdP
— Katrina Kaif Fans (@KatrinaKaifCafe) March 2, 2020