મુંબઈ : અક્ષય કુમાર અને કેટરીના કૈફના ફેન્સ માટે સારા સામાચાર આવી રહ્યા છે. 2020 ની સૌથી મોટી ફિલ્મ, સૂર્યવંશીની જાહેર જનતા આતુરતાથી રાહ જોઇ રહી છે. આવી સ્થિતિમાં ફિલ્મની રિલીઝ ડેટ બદલી દેવામાં આવી છે. રોહિત શેટ્ટી દિગ્દર્શિત આ ફિલ્મ પહેલાથી જ ઘણી બધી હેડલાઇન્સ બનાવી ચૂકી છે. એક્શનથી ભરપૂર આ ફિલ્મમાં અક્ષય કુમારે ખૂબ જ જોખમી સ્ટન્ટ્સ કર્યા છે.
ચાહકો હવે આ ફિલ્મ વહેલા સિનેમાઘરોમાં જોઈ શકશે. આ ફિલ્મ 27 માર્ચના બદલે 24 માર્ચે રિલીઝ થવાની છે. એટલે કે, ફિલ્મની રિલીઝ ડેટ બદલી દેવામાં આવી છે. અક્ષય કુમાર, અજય દેવગન અને રણવીર સિંહે તેમના સોશ્યલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેના દ્વારા તેઓએ તેમના ચાહકોને આ સારા સમાચાર આપ્યા છે. અક્ષયે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, “ગુનાખોરી માટે કોઈ સમય નથી. પોલીસ આવી રહી છે. સૂર્યવંશી 24 માર્ચે વિશ્વભરમાં રિલીઝ થશે.” આ ફિલ્મ વિશે એક નવું અપડેટ પણ બહાર આવ્યું છે, જે એકદમ રસપ્રદ છે અને ચાહકો માટે ટ્રીટથી ઓછું નથી. ખરેખર, આ ફિલ્મ 24 માર્ચે વિશ્વભરમાં રિલીઝ થઈ રહી છે અને આ દિવસે મુંબઈનું થિયેટર 24 કલાક ખુલ્લું રહેશે. આદિત્ય ઠાકરેનો પ્રયાસ હતો કે મુંબઈમાં લોકો માટે 24×7 થિયેટરો ખુલ્લા રાખવા જોઈએ. આવી સ્થિતિમાં, ‘સૂર્યવંશી’ 24 માર્ચ, મંગળવારથી આખી રાત સ્ક્રીન પર પ્લે થશે.
Ain't no time for crime 'coz Aa Rahi Hai Police!????#Sooryavanshi releasing worldwide on 24th March.#SooryavanshiOn24thMarch@ajaydevgn @RanveerOfficial #KatrinaKaif #RohitShetty @karanjohar @RelianceEnt @RSPicturez @DharmaMovies #CapeofGoodFilms @PicturesPVR @TSeries pic.twitter.com/OJx1ytnOLM
— Akshay Kumar (@akshaykumar) February 24, 2020