મુંબઈ : બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર એક પ્રખ્યાત બ્રાન્ડના વોશિંગપાઉડરની જાહેરાત કરીને કાનૂની વિવાદમાં ફસાયા છે. અક્ષયને ટીવી એડમાં મરાઠા યોદ્ધા તરીકે બતાવવામાં આવ્યો છે. અભિનેતા પર મરાઠા વોરિયર્સની મજાક ઉડાવવાના આક્ષેપો થઇ રહ્યા છે. ગુસ્સે ભરાયેલા લોકોએ તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
અક્ષય કુમારે મરાઠા સંસ્કૃતિની મજાક ઉડાવી !
અહેવાલો અનુસાર અક્ષય કુમાર વિરુદ્ધ મુંબઈના વરલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં આક્ષેપ કરાયો છે કે, અક્ષયે મરાઠા સંસ્કૃતિની મજાક ઉડાવી છે અને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. સોશ્યલ મીડિયા પર અક્ષયને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. લોકોએ આ જાહેરાતને દુરૂપયોગ તરીકે વર્ણવી છે. એડ બનાવતી કંપનીની પણ ટીકા થઈ રહી છે. ટ્વિટર પર # બોયકોટનિર્મા ટ્રેન્ડ કરી રહ્યું છે. લોકોએ અક્ષય કુમારને આમ કરવા બદલ માફી માંગવાનું કહ્યું છે. જાહેરાત જુઓ …