મુંબઈ : બોલીવુડના બંને અભિનેતા અક્ષય કુમાર અને રણવીર સિંહ હાલની કારકીર્દિની ટોચ પર છે. બંનેની ફિલ્મો સતત હિટ થઈ રહી છે અને બંનેની કારકિર્દીનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. જો આ બંને કલાકારો એક ફિલ્મમાં સાથે કામ કરતા જોવા મળે તો તે કેવું રહેશે ? અહેવાલો અનુસાર ટૂંક સમયમાં આ બંને સ્ટાર્સ એક ફિલ્મમાં સાથે કામ કરતા જોવા મળશે.
દિગ્ગજ ફિલ્મમેકર રોહિત શેટ્ટીએ તાજેતરમાં જ કહ્યું હતું કે, તે પ્રખ્યાત હોલીવુડની ફિલ્મ ‘બેડ બોયઝ’ની હિન્દી રિમેક બનાવવા માંગે છે અને આ માટે તેણે પોતાની પ્રિય સ્ટાર કાસ્ટને પણ ફાઈનલ કરી દીધી છે. નેહા ધૂપિયાના ચેટ શો પર રોહિતે કહ્યું કે, જો તે ક્યારેય ‘બેડ બોયઝ’ની હિન્દી રિમેક બનાવે છે, તો તે અક્ષય કુમાર અને રણવીર સિંહને તેમાં એકસાથે કાસ્ટ કરશે.