મુંબઈ: બોલિવૂડ ના ખેલાડી એટલે કે અક્ષય તેની ફિલ્મ રામ સેતુને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ જ કારણ છે કે તેઓ ફિલ્મ સાથે જોડાયેલી દરેક નાની-મોટી વાતોને સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે શેર કરે છે. હાલમાં જ અક્ષયે ફિલ્મના શૂટિંગ અંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેને તેના ચાહકો ખૂબ જ પસંદ કરે છે. પોસ્ટમાં અક્ષયે કહ્યું કે, રામસેતુનું શૂટિંગ આજથી શરૂ થઈ ગયું છે.
અક્ષયે ‘રામ સેતુ’ લુકનો ફોટો શેર કર્યો
આ પોસ્ટને શેર કરતી વખતે અક્ષયે લખ્યું કે મારા જીવનની એક ખાસ ફિલ્મ બનાવવાની સફર આજથી શરૂ થવા જઈ રહી છે. આ ફિલ્મ મારા માટે ખૂબ જ ખાસ છે. રામ સેતુની શૂટિંગ શરૂ! આમાં, હું પુરાતત્ત્વવિદોની ભૂમિકા નિભાવી રહ્યો છું. હું ફર્સ્ટ લુક પર તમારા વિચારો જાણવા માંગુ છું, જે મારા માટે ખૂબ મહ્ત્વ ધરાવે છે.
અક્ષય એક અલગ જ સ્ટાઇલમાં જોવા મળશે
અક્ષયના આ શેર કરેલા લુકમાં તે લાંબા વાળમાં જોવા મળી રહ્યો છે. તેની આંખો પર ચશ્મા છે અને ગળામાં સ્કાર્ફ છે. અક્ષયના અલગ અંદાજને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. તેઓ તેના ખુબ વખાણ કરી રહ્યા છે.
આ સિવાય અક્ષય આ ફિલ્મોમાં જોવા મળશે
આ સાથે જ આ પહેલા અક્ષયે ફિલ્મના મુહૂર્તનો ફોટો શેર કર્યો હતો. જેમાં આખો રામ દરબાર જોવા મળ્યો હતો. આ ફિલ્મ સિવાય અક્ષય બેલ્બોટમ, અતરંગી રે, રક્ષાબંધન, પૃથ્વીરાજ અને હાઉસફુલ 5 જેવી ફિલ્મોમાં જોવા મળશે.