નવી દિલ્હી: બોલિવૂડના ‘ખિલાડી’ અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘હાઉસફુલ 4’ (Housefull 4)નું પહેલું ગીત ‘એક ચૂમ્મા તો બનતા હે’ સોમવારે રીલીઝ થયું હતું. આ ગીતના ટીઝરમાં અક્ષય કુમાર, કૃતિ સેનન, રિતેશ દેશમુખ, કૃતિ ખરબંદા, બોબી દેઓલ અને પૂજા ગર્ગ સાથે જોવા મળી રહ્યા છે. ગીતમાં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ અને બોબી દેઓલની કોમેડી જોવા મળી રહી છે. આ ફિલ્મ 25 ઓક્ટોબરના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.
નોંધપાત્ર વાત એ છે કે ‘હાઉસફુલ 4’ એ મલ્ટી પિરિયડ ડ્રામા ફિલ્મ છે, જેમાં આપણે કલાકારોને તેમના વર્તમાન જીવનમાં જોશું, જે તેમના 600 વર્ષ પહેલાના પુનર્જન્મ હશે. ફરહાદ સંજી દ્વારા દિગ્દર્શિત, ‘હાઉસફુલ 4’ એ મલ્ટિસ્ટારર ફિલ્મ છે.