મુંબઈ: બોલિવૂડ એક્ટર અલી ફઝલની માતાનું બુધવારે (17 જૂન) સવારે નિધન થયું છે. અભિનેતાની માતાએ લખનઉ સ્થિત તેમના નિવાસસ્થાન પર અંતિમ શ્વાસ લીધા. અલી ફઝલની માતાની તબિયત થોડા સમયથી બરાબર ન રાખી હતી, પરંતુ અચાનક તેની તબિયત લથડી હતી અને તેણીએ તેના પરિવારની સામે જ અંતિમ શ્વાસ લીધા હતા. આ માહિતી અલી ફઝલના પ્રવક્તાએ આપી છે.
અલી ફઝલએ તેની માતા ચાલી જવાની પીડા સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી છે. તેણે ટ્વિટ કરીને કહ્યું કે- ‘હું તમારા માટે જીવીશ. અમ્મા તમારી યાદ આવશે. અહીં સુધી હતો આપણો સાથ. શા માટે તે ખબર નથી. તમે મારી સર્જનાત્મકતાનું કારણ હતા. મારા માએ બધું હતી. આગળ કોઈ શબ્દો નથી. ‘
ઉલ્લેખનીય છે કે, જ્યારે અલી 18 વર્ષનો હતો, ત્યારે તેના માતાપિતા અલગ થઈ ગયા હતા. તેઓએ છૂટાછેડા લીધા હતા. ત્યારથી તે તેના પિતાને છોડીને માતા સાથે તેના નાનીના ઘરે રહેતો હતો.