મુંબઈ : બૉલીવુડની અભિનેત્રી આલિયા ભટ્ટના ચાહકો હંમેશાં તેમની ઝાંખી મેળવવા માટે આતૂર હોય છે. આ રીતે, તેમનો વિડીયો આવતાની સાથે જ ઇન્ટરનેટ પર વાયરલ થવા લાગે છે. હાલના દિવસોમાં ઘણી મોટી બજેટ ફિલ્મો પર આલિયાએ હસ્તાક્ષર કર્યા છે. પરંતુ તેમની આવનારી ફિલ્મોની વ્યસ્તતા વચ્ચે આલિયાએ એકે વિડીયો કરીને કરીને ધમાલ મચાવી છે. લોકો તેના આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે.
સારા સમાચાર એ પણ છે કે એલિયાએ આ વિડીયો સાથે તેની YouTube (યુટ્યુબ) ચેનલ પણ લોંચ કરી છે. આલિયા ભટ્ટે બુધવારે જાહેરાત કરી છે કે, તે ટૂંક સમયમાં જ યુ ટ્યુબ ચેનલ લોંચ કરશે. સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરીને ફેનને આ માહિતી આપવામાં આવી છે.
Something new, something fun, something on YouTube ?? https://t.co/rKULIR7zIj
— Alia Bhatt (@aliaa08) June 26, 2019
આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર યુ ટ્યુબ ચેનલની લિંકને શેર કરતી વખતે આ વિડીયોમાં આલિયા ભટ્ટ રવીના ટંડન અને અક્ષય કુમારની વર્ષ 1994માં આવેલી ફિલ્મ મોહરાનું ગીત “ટીપ ટીપ બરસા પાની” પર ડાન્સ કરતી જોવા મળે છે. હવે સોશિયલ મીડિયા પર આલિયાનો આ વિડીયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
આ વીડિયોને શેર કરવાની સાથે તેમણે કેપશનમાં લખ્યું કે, ‘કઈંક મજેદાર અને કઈંક યુટ્યુબ પર’. યેલ્લેખનીય છે કે, રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ ‘સૂર્યવંશી’માં અક્ષય કુમાર અને કેટરીના કૈફ આ ગીત ‘ટીપ ટીપ બરસા પાની’ને રીક્રીએટ કરવા જઈ રહ્યા છે.