મુંબઈ : આલિયા ભટ્ટે ઇન્ટરવ્યૂમાં આ એક્સેપ્ટ કર્યું છે કે, તેને રણબીર કપૂર પર ક્રશ રહ્યો છે. હાલના દિવસોમાં સ્ટાર્સ રિલેશનશિપમાં છે અને ઘણી તક પર બંનેની રોમેન્ટિક કેમેસ્ટ્રી દેખાઈ છે. પરંતુ, અલીયા ભટ્ટ તેમના વ્યસ્ત શેડ્યૂલમાં રણબીર કપૂરને ભૂલી નથી અને આલિયા ભટ્ટની જીભ પર હવે માત્ર રણબીરનું જ નામ સાંભળવા મળે છે.
વાસ્તવમાં, આલિયા ભટ્ટ તેની ફિલ્મ ‘કલંક’ની કાસ્ટ સાથે એક શોમાં ગઈ હતી. વરૂણ ધવન અને આલિયા શોમાં એકસાથે બેઠા હતા. તે સમયે, વરુણે તેના વાળને સ્પર્શ કરતા આલિયા તેને એમ ન કરવા માટે કહી રહી હતી. પરંતુ આ દરમિયાન આલિયા વરુણને બદલે રણબીરનું નામ બોલે છે અને પછી શરમાઈ જાય છે.
આલિયા વરુણને રણબીર કહેતા જ આદિત્ય રોય કપૂર અને સોનાક્ષી સિંહા તેની સામે જોઈને હસવા લાગે છે અને વરુણ આલિયાને હગ કરવાની સાથે હસી પડે છે. આ દરમિયાન આલિયા શરમાઈને નીચે જોઈ જાય છે. આલિયા ભટ્ટે કરેલી આ સુંદર ભૂલનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝ્ડ્પથયિ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો પરથી સ્પષ્ટ છે કે, આલિયા ભટ્ટ પોતાના વ્યસ્ત શેડ્યુઅલમાં પણ રણબીર કપૂરના વિચારમાં રહે છે.