નવી દિલ્હી : વિશ્વભરના કોરોના વાયરસને કારણે પરિસ્થિતિ સતત બગડતી જોવા મળી રહી છે. બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટની માતા સોની રાઝદાનએ પણ એક વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે જેમાં એરપોર્ટ પર બગડતા સંજોગો સ્પષ્ટ જોઇ શકાય છે. આ વીડિયોમાં, એરપોર્ટ કાઉન્ટર પર ઉભેલી ભીડ સ્પષ્ટ દેખાઈ રહી છે અને કેટલાક લોકોને વિડીયોમાં જોઇ શકાય છે કે એરલાઇન્સના કર્મચારીઓને તેમના પાસપોર્ટ પરત આપવાની વિનંતી કરતા નજરે પડે છે.
વીડિયોના કેપ્શનમાં સોની રાઝદાને તેના વિશે લખ્યું છે કે, આજે નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય વિમાનમથકના ટી -3 ટર્મિનલ પર. હવે તેઓ બહારથી આવતા મુસાફરોના પાસપોર્ટ લઈ રહ્યા છે અને જ્યાં સુધી તેઓ તમામ પરીક્ષણો પાસ નહીં કરે ત્યાં સુધી તે પાસપોર્ટ તેમને પરત આપવામાં આવતા નથી. ભારતીય મુસાફરોને પણ ભારતીય પાસપોર્ટ સાથે બહાર નીકળવાની મંજૂરી મળી રહી નથી.
સોનીએ લખ્યું – મુસાફરો પોલીસ ઉપર ચીસો પાડી રહ્યા છે અને કહે છે કે અમને મારી નાખો. સોનીનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યું છે. લોકો આ વિડીયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક વપરાશકર્તાએ કમેન્ટ બોક્સમાં લખ્યું – તેઓએ સહકાર આપવો જોઈએ. બીજાએ લખ્યું – મોટી વસ્તુઓ મોટા પાયે નિયંત્રિત થાય છે. આ તે લોકો છે જે પરીક્ષણમાંથી છટકી જવા માગે છે અને અન્ય લોકોના જીવનને પણ જોખમમાં મૂકવા માંગે છે.
Extraordinary times call for extraordinary measures. There are instances of people evading tests and absconding, putting others at risk. The airport authorities are doing their best within their limited resources, while putting themselves at risk. Least we can do is cooperate https://t.co/SUpi0V9LQs
— Rohit Agarwal ?? (@ragarwal) March 18, 2020
આવી છે લોકોની પ્રતિક્રિયા
વપરાશકર્તાએ લખ્યું – એરપોર્ટ સત્તાવાળાઓ તેમના મર્યાદિત સંસાધનોથી શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરી રહ્યાં છે. પણ તેઓ પોતાને જોખમમાં મુકી રહ્યા છે. ઓછામાં ઓછું આપણે તેમને સહકાર આપવો જોઈએ. એક યુઝરે લખ્યું છે કે તેનો મિત્ર તાજેતરમાં લંડનથી પરત આવ્યો છે અને તેણે કોરોના અંગે લંડનના એરપોર્ટની ટીકા કરી અને ભારતીય એરપોર્ટની પ્રશંસા કરી છે.
Deleting my tweet right away as this clarification has been issued by Delhi Airport. My only concern was the safety of those who could have spread the virus to each other (and to others) due to the way they were herded together, and not that people should not be checked. ? https://t.co/YsSRfTnNa8
— Soni Razdan (@Soni_Razdan) March 18, 2020
નોંધનીય છે કે, દિલ્હી એરપોર્ટ તરફથી રીટ્વીટ કરીને સોનીને જણાવવામાં કે તમે શેર કરેલો વિડીયો જૂનો છે અને અત્યારે એરપોર્ટ પર તમામ કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે, વિદેશથી ભારત ફરેલા મુસાફરોને કોઈ તકલીફ ન થાય તે માટે કાળજી લઇ રહ્યા છીએ. દિલ્હી એરપોર્ટમાં આ ટ્વીટ બાદ સોનીએ શેર કરેલો વિડીયો ડીલીટ કર્યો હતો તેમજ વીડિયોમાં હાજર તમામ લોકોની માફી માંગી હતી.
Sincere apologies to all those in this video please do forgive me for posting this but Im doing so in the hope that this process is done in a better manner. This is a petridish for spreading the virus ! @MoHFW_INDIA kindly take note. Apologies again to the passengers ? https://t.co/DEPzqQjdAh
— Soni Razdan (@Soni_Razdan) March 18, 2020