Allu Arjun Arrest: અલ્લુ અર્જુનને 14 દિવસની ન્યાયિક કસ્ટડી મળી, કોર્ટે સંધ્યા થિયેટર સ્ટેમ્પેડ કેસમાં તેની ધરપકડ કરી”
Allu Arjun Arrest પુષ્પા 2 એક્ટર અલ્લુ અર્જુનની હૈદરાબાદ પોલીસે સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં ધરપકડ કરી છે. આ ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું. અલ્લુ અર્જુન વિરુદ્ધ ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
Allu Arjun Arrest 5 ડિસેમ્બરે પુષ્પા 2 ના પ્રી-રીલીઝ શો દરમિયાન નાસભાગ મચી હતી, જ્યારે અલ્લુ અર્જુન તેની ફિલ્મ જોવા માટે પ્રેક્ષકોમાં હતો. આ દરમિયાન થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી અને ગૂંગળામણને કારણે એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો. પોલીસે હવે આ કેસમાં કાર્યવાહી કરીને અલ્લુ અર્જુનની ધરપકડ કરી છે.
અલ્લુ અર્જુને આ ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું. તે પીડિત પરિવારને મળ્યો હતો અને 25 લાખ રૂપિયાની સહાય આપવાનું વચન આપ્યું હતું. આ સિવાય અભિનેતાએ એમ પણ કહ્યું હતું કે તે બાળકોનો મેડિકલ ખર્ચ ઉઠાવશે અને ભવિષ્યમાં પરિવારની દરેક જરૂરિયાતોનું ધ્યાન રાખશે.
આ ઘટના બાદ અલ્લુ અર્જુને હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેમાં તેણે પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઈઆરને રદ કરવાની માંગ કરી હતી. તેણે કહ્યું કે આ એક દુ:ખદ ઘટના છે અને ફિલ્મ રીલીઝ સમયે થિયેટરમાં જવું સામાન્ય બાબત છે, પરંતુ તેણે પહેલાથી જ થિયેટર મેનેજમેન્ટ અને ACPને જાણ કરી દીધી હતી, તેથી આમાં તેની તરફથી કોઈ બેદરકારી નથી. .