Allu Arjun Case: નીચલી કોર્ટે જામીન ન આપતા અલ્લુ અર્જુન પહોંચ્યો હાઈકોર્ટ, મૃતક મહિલાનો પતિ કેસ પાછો ખેંચવા તૈયાર
ચોથી ડિસેમ્બરે હૈદ્રાબાદના સંધ્યા થિયેટરમાં પ્રેક્ષકો વચ્ચે થયેલી નાસભાગમાં મહિલાના મોત તથા તેના બાળકને થયેલી ઈજાના કારણે પુષ્પા-2 ફિલ્મના હિરો અલ્લુ અર્જુનની હૈદ્રાબાદ પોલીસે ધરપકડ કરી લેતા ઘેરા પ્રત્યાધાતો પડ્યા છે.મૃતક મહિલાના પતિ અને ફરિયાદીએ નાસભાગ અંગે દાખલ કરેલા કેસને પાછો ખેચવાની તૈયારી બતવી છે.
Allu Arjun Case મૃતક મહિલા રેવતીના પતિ ભસ્કરે હવે કહ્યું છે કે તે કેસ પાછો ખેંચવા તૈયાર છે અને તે નાસભાગ કે તેની પત્નીના મૃત્યુ માટે અલ્લુ અર્જુનને જવાબદાર માનતો નથી. શુક્રવારે હૈદરાબાદમાં અલ્લુ અર્જુનની ધરપકડના કલાકો બાદ પત્રકારો સાથે વાત કરતા રેવતીના પતિ ભાસ્કરે કહ્યું, “અમે તે દિવસે સંધ્યા થિયેટરમાં એટલા માટે ગયા હતા કારણ કે મારો પુત્ર મૂવી જોવા માંગતો હતો. અલ્લુ અર્જુનની ભૂલ નથી કે તે થિયેટરમાં આવ્યો હતો, નાસભાગમાં તેની (અર્જુન) નાસભાગ સાથે કોઈ લેવાદેવા નથી.
ભાજપના નેતાઓ શું કહ્યું…
Allu Arjun Case અલ્લુ અર્જુનની ધરપકડ પર પ્રતિક્રિયા આપતા બીજેપી નેતા ટી રાજા સિંહે કહ્યું, “તેલંગાણા પોલીસ દાવો કરે છે કે અલ્લુ અર્જુને સંધ્યા થિયેટરમાં તેના આગમન વિશે તેમને જાણ કરી ન હતી. પરિણામે, મોટી ભીડ એકઠી થઈ, પરિણામે એક મહિલાનું મૃત્યુ થિયેટરના માલિક અને કલાકારો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, જો કે તેણે દાવો કર્યો હતો કે તેણે આ ઘટના વિશે હૈદરાબાદ પોલીસ કમિશનરને જાણ કરી હતી. જો પોલીસે જાણ કર્યા પછી પણ સુરક્ષા ન આપી તો હું સીએમ રેવન્ત રેડ્ડીને પૂછું છું કે જ્યારથી કોંગ્રેસની સરકાર આવી છે ત્યારથી કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે હું તેની ધરપકડની નિંદા કરું છું.”
તેલંગાણા હાઈકોર્ટ અભિનેતાની અરજી પર સુનાવણી કરશે
તેલંગાણા હાઇકોર્ટ ટૂંક સમયમાં 4 ડિસેમ્બરે પુષ્પા 2 ના સ્ક્રીનીંગ દરમિયાન સંધ્યા થિયેટરમાં એક મહિલાના મૃત્યુના સંબંધમાં તેની ધરપકડ અંગે અભિનેતા અલ્લુ અર્જુન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરશે.
એક્ટરને જવાબદાર ઠેરવવો અયોગ્ય: વરુણ ધવન
સંધ્યા થિયેટરમાં એક મહિલાના મૃત્યુ અંગે અલ્લુ અર્જુનની ધરપકડ પર અભિનેતા વરુણ ધવને કહ્યું, “એક્ટર સુરક્ષા પ્રોટોકોલની જવાબદારી એકલા લઈ શકતા નથી. તમે ફક્ત તમારી આસપાસના લોકોને જ કહી શકો છો.ઘટના હતી. દુ:ખદ છે, હું મારી સંવેદના વ્યક્ત કરું છું પરંતુ તમે આ માટે માત્ર એક વ્યક્તિને દોષી ઠેરવી શકતા નથી.”