Allu Arjun Stampede Case: અલ્લુ અર્જુન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થયા, જામીનની સુનાવણી મુલતવી રાખવામાં આવી
Allu Arjun Stampede Case: અલ્લુ અર્જુન શુક્રવારે સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં નામપલ્લી કોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર થયો હતો. આ સમય દરમિયાન તેમના વચગાળાના જામીન યથાવત રાખવામાં આવ્યા હતા અને હવે રિમાન્ડની સુનાવણી 10 જાન્યુઆરીએ હાથ ધરાશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને અભિનેતા વર્ચ્યુઅલ મોડમાં કોર્ટમાં હાજર થયો હતો.
Allu Arjun Stampede Case 4 ડિસેમ્બરે સંધ્યા થિયેટરમાં ‘પુષ્પા 2: ધ રૂલ’ના પ્રીમિયર શો દરમિયાન નાસભાગ મચી જવાથી 13 ડિસેમ્બરે અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી હતી. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું. નામપલ્લી કોર્ટ દ્વારા તેને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં હાઈકોર્ટે તેને વચગાળાના જામીન આપ્યા હતા અને નિયમિત જામીન માટે ટ્રાયલ કોર્ટનો સંપર્ક કરવા કહ્યું હતું.
અલ્લુ અર્જુનની જ્યુડિશિયલ કસ્ટડી 27 ડિસેમ્બરે પૂરી થઈ હતી.
અભિનેતાના વકીલોએ તેની વર્ચ્યુઅલ હાજરી માટે કોર્ટ પાસે પરવાનગી માંગી હતી, એમ કહીને કે તેની અંગત હાજરી કોર્ટ પરિસરમાં અરાજકતા પેદા કરી શકે છે.
CCTV ફૂટેજના આધારે 24 ડિસેમ્બરના રોજ અધિકારીઓ દ્વારા અલ્લુ અર્જુનની ત્રણ કલાકથી વધુ પૂછપરછ કરવામાં આવી હતી.
આ મામલામાં મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ અલ્લુ અર્જુન પર પોલીસની પરવાનગી વિના થિયેટર જવાનો અને નાસભાગ બાદ ‘રોડ શો’ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ આરોપોને ખોટા ગણાવતા અલ્લુ અર્જુને એક પ્રેસ કોન્ફરન્સમાં પોતાનો ખુલાસો આપ્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે તે દુખી છે અને તેના પર ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે.