મુંબઈ : લોકપ્રિય અમેરિકન ગાયિકા એરિયાના ગ્રાન્ડે તાજેતરના પ્રદર્શન દરમિયાન ઠોકર ખાઈ હતી. તે ‘બેડ આઈડિયા’ ગીત પર પરફોર્મ કરી રહી હતી. જ્યારે તેણીનો પગ લપસી પડ્યો ત્યારે તે થોડાક પગથિયા દૂર હતી અને તે સ્ટેજ પરથી નીચે પડવાની હતી કે ત્યાં હાજર એક ડાન્સરને તેને પડતા બચાવી અને સલામત મંચ પર સુવડાવી દીધી હતી.
વીડિયોને કોન્સર્ટમાં હાજર એક ચાહકે ટ્વિટ કર્યો હતો. એરિયાનાએ પણ આ વીડિયોને રીટ્વીટ કરીને લખ્યું – મને રડવું આવે છે. બાબતો એટલી બરાબર ચાલતી હતી નોંધપાત્ર વાત એ છે કે, થોડા સમય પહેલા, એરિયાનાએ તેના પ્રશંસકોને પણ કહ્યું હતું કે, સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે તે કદાચ તેની પ્રવાસ રદ કરી શકે છે.
SHE FELL ON BEAT I HAVE TEARS pic.twitter.com/CVTxclFcoU
— nora (@diornasa) November 25, 2019