પ્રભાસની સાલાર મૂવી આખી દુનિયામાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તેના ચાહકો આ મૂવી જોવા ઉત્સુક હતા. તેમની આતુરતા પૂરી થઈ છે. આજે ૨૨મી ડિસેમ્બરે આ ફિલ્મ સિનેમાઘરોમાં આવી ગઈ છે. લોકો સોશિયલ મીડિયા પર અલગ-અલગ જગ્યાએથી તસવીરો અને વિડીઓ શેર કરીને પ્રભાસની ફિલ્મનું સ્વાગત કરી રહ્યા છે. આ ઉજવણીના માહોલ પરથી અંદાજ લગાવવામાં આવે છે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે.
પ્રભાસની ફિલ્મ સાલારનું ચાહકોએ ફટાકડા ફોડી અને ઢોલ નગાડા વગાડી સ્વાગત કર્યું. ફિલ્મની રિલીઝ પહેલા જ પ્રભાસ માટે તેના ચાહકોમાં અદ્ભુત ક્રેઝ જોવા મળ્યો છે. જો કે, સોશિયલ મીડિયા પર પ્રભાસના ચાહકોએ મૂવી રિલીઝ થયા પહેલા જ રેટિંગ આપવાનું શરૂ કરી દીધું. ઉપરાંત, સાલારને પ્રભાસની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક હોવાનું કહેવામાં આવે છે. આ મૂવી ૩૦૦ થી ૪૦૦ કરોડના બજેટમાં બની હોવાનું કહેવાય છે. આ ફિલ્મે ઓપનિંગ પહેલા જ ઘણા મોટા રેકોર્ડ તોડી નાખ્યા છે. મહત્વનું છે કે, એડવાન્સ બુકિંગમાં સાલારે ડંકીને પણ પાછળ છોડી દીધી છે.
ઓપનિંગ પહેલા જ રેકોર્ડ બનાવ્યો
જાણીને નવાઈ લાગશે કે સાલાર મૂવીએ તેની રિલીઝ પહેલા જ ૪૮.૯૪ કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું છે. આ એડવાન્સ બુકિંગના આંકડા દર્શાવે છે કે ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થશે. આ સાથે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે સાલાર ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર ૫૦ થી ૬૦ કરોડનો બિઝનેસ કરી શકે છે. આપને જણાવી દઈએ કે ૨૧ ડિસેમ્બરે રિલીઝ થયેલી શાહરૂખની ડંકી પણ એડવાન્સ બુકિંગમાં એટલી કમાણી કરી શકી નથી. ડંકીએ માત્ર ૩૦ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
પ્રભાસ છેલ્લે આદિપુરુષમાં જોવા મળ્યો હતો
પ્રભાસની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ આદિપુરુષ હતી. ટ્રેલર રિલીઝ થયું ત્યારથી દર્શકોને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. જો કે, આદિપુરુષ બોક્સ ઓફિસ પર ધારી સફળતા મેળવી શકી નહી. આથી, ફિલ્મ બ્લોકબસ્ટર બની શકી નહીં. આપને જણાવી દઈએ કે રામાયણ પર આધારિત આ ફિલ્મને ઘણા વિવાદોનો સામનો પણ કરવો પડયો હતો. જ્યાં ભારતમાં આ ફિલ્મ ૩૦૫ કરોડની કમાણી કરવામાં સફળ રહી હતી. તે સમયે વિશ્વભરમાં ૩૫૩ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.