મુંબઈ : બોલિવૂડ સુપરસ્ટાર તરીકે જાણીતા દિગ્ગ્જ અભિનેતા અમિતાભ બચ્ચન તેમના કામ ઉપરાંત ઉદારતા માટે પણ જાણીતા છે. તે ખેડુતો, પૂર પીડિતો અને દુષ્કાળ પીડિતોને ઘણી વખત દાન આપતા રહે છે. તાજેતરમાં જ અમિતાભે એવું કંઇક કર્યું, જેણે દરેકનું દિલ જીતી લીધું. એક દિવ્યાંગ તેની પેઇન્ટિંગ સાથે અમિતાભ પાસે પહોંચ્યો અને અમિતાભે આ પેઇન્ટિંગ 50 હજાર રૂપિયામાં ખરીદી.
દિવ્યાંગ આયુષના હાથ નથી અને તે પગથી પેઇન્ટિંગ્સ બનાવે છે. આયુષે અમિતાભ બચ્ચનની પેઇન્ટિંગ તેના પગથી તૈયાર કરી, તે જોઈને બિગ બીએ તેને મુંબઈ બોલાવ્યો અને 20 મિનિટ સુધી તેમને મળ્યા. જ્યારે અમિતાભે આયુષની પેઇન્ટિંગ જોઈ, ત્યારે તે ફક્ત તેની તરફ જોતો રહ્યો. આયુષે અમિતાભની આ પેઇન્ટિંગ તેના ‘કૌન બનેગા કરોડપતિ’ લુકમાં બનાવી હતી.