મુંબઈ : રવિવારે દુનિયાભરમાં ‘ડોટર્સ ડે’ની ઉજવણી કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર, દરેક જણે તેમની પોતાની શૈલીમાં ‘ડોટર્સ ડે’ની શુભેચ્છા પાઠવી હતી. દરેક સામાન્ય અને વિશેષ માતાપિતા તેમના બાળકોને તેમની રીતે અભિનંદન આપી રહ્યાં છે. બોલિવૂડમાં પણ ઘણા સ્ટાર્સે તેમના બાળકોની જૂની તસવીરો શેર કરી છે. અમિતાભ બચ્ચને ‘ડોટર્સ ડે’ પર ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. વિડીયોમાં માતા અને પુત્રી વચ્ચેના અદ્ભુત સંબંધો બતાવવામાં આવ્યા છે જેમાં એક માતા તેની પુત્રીને સ્ટ્રોંગ બનવાનું કહે છે.
આ વીડિયોને ટ્વિટર પર શેર કરતી વખતે અમિતાભ બચ્ચને લખ્યું, “પ્રિય મિત્ર પિયુષ પાંડે અને તેમની ટીમે આ વિડીયો બનાવ્યું છે. આ વિડીયો જોયા પછી હું ભાવુક થઈ ગયો. માતા અને પુત્રીનો એક સુંદર, ખૂબ પ્રભાવિત, ખૂબ જ ભાવનાત્મક અરીસો.
T 3295- A most relevant, touching and essential, creative piece of work contributed by dear friend Piyush Pandey and team .. there is a huge personal emotional bearing to this .. but that I shall not disclose ..?
एक अति सुंदर,अति प्रभावित, अति भावुक दर्पण माँ बेटी का ! pic.twitter.com/BTFMXriF9Z
— Amitabh Bachchan (@SrBachchan) September 21, 2019
અમિતાભ બચ્ચને જે વિડીયો શેર કર્યો છે, તેમાં માતા દીકરીને કહે છે – એક દિવસ તારા પગ પર ચાલજે, માતા કરતા વધારે મજબૂત બનજે, મા દોડતી હતી તું ઉડજે, મા થોડું ડરતી હતી તું ડરતી નહીં, મા થોડું ઓછું હસ્તી હતી તું ખુબ જ હસજે, મા ચૂપ રહેતી હતી તું જરૂરથી કહેજે, મા કરતા વધુ સ્ટ્રોંગ બનજે, જે હું ન કરી શકી તે તું કરજે.’